Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

વેબ સિરીઝમાં બઘડાટી બોલાવશે સની દેઓલ

બોલીવૂડમાં સની દેઓલ એવો અભિનેતા છે જેનું નામ આવતા જ એકશન ફિલ્મોની હારમાળા સામે આવી જાય છે. એકશનનો બેતાજ બાદશાહ ગણાતો સની દેઓલ હવે વેબ સિરીઝમાં બઘડાટી બોલવાતો જોવા મળશે. સની લાંબા સમયથી ફિલ્મી પરદેથી દુર છે. તેણે તાજેતરમાં તેના પુત્ર કરણ દેઓલને બોલીવૂડમાં લોંચ કર્યો હતો. જો કે પલ પલ દિલ કે પાસ નામની તેની આ ફિલ્મ ખાસ સફળતા મેળવી શકી નહોતી. સનીએ પોતે જ નિર્દેશન કર્યુ હતું. રાજકારણની સાથોસાથ સની હવે બોલીવૂડના પોતાના ચાહકો માટે પણ કામ કરવા તૈયાર થયો છે. જી-૪૯ નામની એક વેબ સિરીઝ બની રહી છે, જેમાં એકશનનો ડોઝ ભરપુરમાત્રામાં છે. ડિજીટલ વર્લ્ડની લોકપ્રિયતા હાલમાં સાતમા આસમાને છે. આ જોતાં સની દેઓલે પણ આ ફિલ્ડમાં ઝંપલાવ્યું છે. જી-૪૯નું શુટીંગ પણ શરૂ થઇ ગયું છે. જી-ફાઇવ પર આ સિરીઝ રિલીઝ કરવામાં આવશે. સનીના ચાહકોને આ સિરીઝ ચોક્કસ ગમશે તેવી શકયતા છે.

(10:08 am IST)