Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

સલમાનખાન સાથે ચમકેલી અભિનેત્રી ડેઝી શાહ ગુજરાતી ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરશે

ગુજરાત-11થી ગુજરાતીમાં ડેબ્યૂ કરશે :તે એક ફુટબૉલ કોચ તરીકે નજરે પડશે.

મુંબઈ :બોલીવુડના સ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મમાં ચમકી ચુકેલી અભિનેત્રી ડેઝી શાહ હવે  ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનયના ઓજસ પાથરશે ડેઝી શાહે જણાવ્યું કે તેના માટે સ્ક્રીપ્ટ હીરો છે અને જો તેને સ્ક્રીપ્ટ પસંદ આવી જાય તો તે કોઇપણ ભાષાની ફિલ્મો કરવા માટે તૈયાર છે.

  અહેવાલ મુજબ ડેઝી શાહ ફિલ્મ ગુજરાત-11થી ગુજરાતીમાં ડેબ્યૂ કરશે તેમાં તે એક ફુટબૉલ કોચ તરીકે નજરે પડશે. આ ફિલ્મમાં તેની ઓપોઝીટ પ્રતિક ગાંધી જોવા મળશે. ડેઝીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેના મિત્રએ તેને સલાહ આપી કે બોલીવુડ ઉપરાંત તેણે અન્ય ભાષાઓની ફિલ્મો પણ કરવી જોઇએ.

  તેણે જણાવ્યું કે, તેવામાં જ્યારે વાત મારી માતૃભાષાની ફિલ્મની આવી તો હું ના ન પાડી શકી. આ ઉપરાંત સ્ક્રીપ્ટ પણ મને પસંદ આવી હતી. તેથી મે ફિલ્મ માટે હા પાડી દીધી. હું ગુજરાતી ડેબ્યૂ માટે હા પાડીને પોતાની જાતને ખૂબ જ લકી માને છે.

(12:49 am IST)