Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ગુગલની મદદથી સરનામુ મેળવીને ચાહક અક્ષયકુમારના ઘરમાં ઘુસી ગયો

મુંબઈ :  પોતાના ફેવરિટ સ્ટારની ઝલક મેળવવા માટે ચાહકો ઘણીવાર ચક્રમ જેવી હરકતો કરતા હોય છે. આવી જ ચોંકાવનારી હરકત કરી છે અક્ષયકુમારના ચાહકે. હરિયાણાનો એક યુવક પોતાના ફેવરિટ સ્ટાર અક્ષયકુમારને મળવા માટે તેના ઘરમાં ઘુસી ગયો હતો. તેણે અક્ષયના ઘરનું સરનામું ગૂગલ પરથી મેળવ્યું હતું.

આ ઘટનાક્રમની માહિતી આપતા મુંબઈ પોલીસે માહિતી આપી છે કે અંદાજે 20 વર્ષના અંકિત ગોસ્વામીની અક્ષયકુમારના ઘરમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવાના પ્રયાસ બદલ ધરપકડ કરવામાં આવી છે. સોમવારે મોડી રાત્રે અંકિત ઘરમાં ઘુસણખોરી કરતી વખતે સુરક્ષાગાર્ડના હાથમાં ઝડપાઈ ગયો હતો અને એને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો.

 પોલીસે માહિતી આપી છે કે આરોપી યુવકે ગુગલમાંથી અક્ષયકુમારનું એડ્રેસ મેળવ્યું હતું અને પછી જબરદસ્તી એના ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પછી સુરક્ષા ગાર્ડે તેને પકડી લીધો હતો. હાલમાં તે જયુડિશિયલ કસ્ટડીમાં છે.

(5:32 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં ભાઈને સરકારી નોકરી મળતા નારાજ મોટાભાઈએ ઘરમાં લગાવી આગ : છ લોકો બળીને ભડથું :પોલીસ અને પરિવારજનો મુજબ નેશનલ વોલન્ટરી ફોર્સ ( એનવીએફ )માં કામ કરતા ગેદુ મંડળનું તાજેતરમાં મૃત્યુ થયું હતું અને વિકાસની મદદથી ગોવિંદાને રહેમરાહે નોકરી મળતા મોટાભાઈ માખન ગુસ્સે ભરાયો હતો અને ઘરમાં આગ લગાડી દીધી access_time 1:23 am IST

  • મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ ટ્રેનના પ્રોજેક્ટનો વિરોધ કરશે આગરી સેના :8મીએ સવારે કરશે વિરોધ પ્રદર્શન :ખેડૂતોને યોગ્ય વળતર નહિ મળ્યાનો આરોપ સાથે આગરી સેનાએ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ ટ્રેનના પ્રોજેક્ટનો વિરોધ કરશે access_time 1:25 am IST

  • જામનગર કોર્પોરેશન દ્વારા ૫૩૯ વ્યક્તિઓને આવાસ યોજનાના ફલેટના ડોક્યુમેન્ટ અને રકમ ભરપાઇ કરવા નોટીસઃ ૧૫મી સુધીમાં રજૂ નહી કરે તો ફલેટ રદ્દ કરી દેવાશે access_time 12:40 pm IST