Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ભાભીજી...ના પાત્ર દરોગા હપ્પુસિંહને લઇ બનશે અલગ શો

ટીવી પરદાની હિટ સિરીયલ ભાભીજી ઘર પર હૈ સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ આ શોમાં અનિતા ભાભીનું પાત્ર ભજવી રહેલી સોૈમ્યા ટંડન માતા બની છે. આ શોમાં દરોગા હપ્પુસિંહનું પાત્ર પણ ખુબ રોચક અને લોકપ્રિય છે. આ પાત્રને લઇને હવે સિરીયલનું સ્પીન ઓફ થશે. એટલે કે આ પાત્રને લઇને અલગ શો બનાવાશે. જેનું નામ હપ્પુ રખાશે. આ શોને ભાભીજી ઘર પર હૈના લેખક અને નિર્દેશક મનોજ સંતોષી તથા શશાંક બાલી બનાવશે. શોમાં હપ્પુસિંહનું પાત્ર યોગેશ ત્રિપાઠી નિભાવી રહ્યો છે. જે પોતાના ખાનપાન, નવ બાળકો પેદા કરવા તેમજ સગર્ભા પત્નિથી પરેશાશન રહેતાં તેમજ રિશ્વતખોરી અધિકારીને કારણે લોકપ્રિય છે. હપ્પુમાં આ દરોગાની કહાનીને આગળ વધારવામાં આવશે. જેમાં તેની પત્નિ, માતા અને નવ બાળકો પણ દેખાડાશે. હપ્પુના માતાનો રોલ હિમાની શિવપુરી નિભાવશે. જે રીતે બેબી ફિલ્મ ઉપરથી શબાના ફિલ્મ બનાવાઇ હતી અને તેમાં તાપસીનો મુખ્ય રોલ હતો. એ રીતે હપ્પુ નામની સિરીયલ બનાવાશે.

 

(10:02 am IST)