Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

કન્નડ ફિલ્મમાં મહત્વના રોલથી પત્રલેખા ખુશખુશાલ

બોલીવૂડની સિટીલાઇટ્સ ફિલ્મમાં અભિનય કરી જાણીતી બનેલી અભિનેત્રી પત્રલેખા હવે કન્નડ ફિલ્મમાં પણ કામ કરવાની છે. 'વ્હેર ઇઝ માય કન્નડકા?' નામની ફિલ્મમાં તેને રોલ મળ્યો છે. જેમાં તે ગણેશ સાથે કામ કરી રહી છે. ફિલ્મનું નિર્દેશન રાજ અને દામીની કરી રહ્યા છે. પત્રલેખાએ કહ્યું હતું કે આ મારી પહેલી કન્નડ ફિલ્મ છે. હું આ ફિલ્મમાં કામ મળતાં ઉત્સાહિત છું. પત્રલેખાએ આ ફિલ્મમાં તેની કેવી ભૂમિકા છે તે અંગે હાલ કંઇ કહ્યું નથી. પણ તેણે કહ્યું હતું કે આ રોલ મારા માટે ખુબ જ ખાસ છે. ફિલ્મનું શુટીંગ એપ્રિલમાં શરૂ થશે. મોટા ભાગનું શુટીંગ લંડનમાં થવાનું છે. એપ્રિલ અને મે મહિનામાં બ્રિટનમાં શુટીંગ થશે. આ વર્ષના અંત સુધી ફિલ્મ રિલીઝ કરી દેવાની નિર્માતાની તૈયારી છે.  પત્રલેખાએ લવ ગેમ્સ, નાનુ કી જાનુ સહિતની ફિલ્મો પણ કરી છે. સિટીલાઇ્ટસ માટે તેને મોસ્ટ પ્રમોસીંગ ન્યુકમરનો એવોર્ડ પણ મળ્યો હતો.

(10:02 am IST)