Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં લેડી ડોન બનશે દીપિકા પાદુકોણ

મુંબઇ: દીપિકા પદુકોણ ફિલ્મ પદમાવત બાદ હવે નવી ફિલ્મની તૈયારી શરૃ કરી રહી છે. આ વખતે તે એક લેડી ગેન્ગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે.મુંબઇની લેડી ડોન પર આધારિત આ ફિલ્મ પણ પદમાવતની  માફક વુમેન સેન્ટ્રિક હશે. '' મારી આગામી ફિલ્મ પણ સ્ત્રી વિષયક હશે. સંજય લીલા ભણશાલીની પદમાવતની માફક જ મારી આગલી ફિલ્મ વુમેન સેન્ટ્કિ હશે. આ ફિલ્મ હુસેન જાયદીના પુસ્તક માફિયા ક્વિન ઓફ ધ મુંબઇ પર આધારિત હશે. આ એક સાચી વાસ્તવિકવાર્તા છે. આ ફિલ્મ માટે મારે ઘણા વર્કશોપમાં ભાગ લેવા પડે છે. આ ફિલ્મમાં ઘણું શારિરીક કામ છે. જેના પર હાલ હું ફોકસ કરી રહી છું. હું મારી કારકિર્દીમાં પ્રથમ વખત વિશાલ ભારદ્વાજ સાથે કામ કરવાની છું. જ્યારે ઇરફાન ખાન સાથે મારી આ બીજી ફિલ્મ હશે. હું ઇચ્છું છું કે આ વાસ્તવિકતા પણ લોકોની સામે આવવી જોઇએ, તેમ દીપિકાએ જણાવ્યું હતું. દીપિકા પદુકોણ હાલ પોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહી છે. તે એક પછી એક ફિલ્મો સાઇન કરતી જાય છે,પરિણામે તેને પોતાના પ્રેમી રણવીર સિંહ સાથે લગ્ન કરવાની ઉતાવળ નથી.

(4:55 pm IST)