Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

દિલજિત દોસાંઝની ફિલ્મ 'સજ્જન સિંઘ રંગરુટ'નું પોસ્ટર રિલીઝ

મુંબઇ: પંજાબી ગાયક અભિનેતા દિલજિત દોસાંઝને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ સજ્જન સિંઘ રંગરુટનું પોસ્ટર મંગળવારે રિલિઝ કરાયું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ સમયની એક સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ છે. એ સમયે બ્રિટિશ શાસન હેઠળના ભારતીય લશ્કરની શીખ રેજિમેન્ટે યુદ્ધમાં પહેલી હરોળમાં રહીને બહાદૂરી દાખવી હતી. એમાં એક શીખ યુવાન સજ્જન સિંઘ રંગરુટ પણ હતો. આ ભૂમિકા દિલજિત દોસાંઝ ભજવી રહ્યો છે. પોસ્ટરમાં દિલજિત લશ્કરી ગણવેશમાં અને વૉર રાયફલ સાથે દેખાય છે. એ ગીચ દાઢીમૂછવાળો ચહેરો ધરાવે છે અને આંગળી ચીંધીને કોઇને કશુંક બતાવી રહ્યો છે એવું આ પોસ્ટરમાં રજૂ કરાયું છે. અત્યાર અગાઉ દિલજિતે પંજાબના યુવાનોમાં ફેલાયેલા ડ્રગના દૂષણને રજૂ કરતી ફિલ્મ ઊડતા પંજાબ અને અનુષ્કા શર્માની ફિલ્લૌરી ફિલ્મો કરી હતી. હવે એ મુંબઇમાં સેટલ થયો છે. પંકજ બાત્રા નિર્દેશિત આ ફિલ્મ માર્ચની ૨૩મીએ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે.

(4:51 pm IST)