News of Wednesday, 7th February 2018

ખુબસુરત વાણી કપુર હવે ચર્ચામાં રહેવા માટે તૈયાર

વધુ તેલુગુ અને તમિળ ફિલ્મ કરવા માટે ઇચ્છુક : અનેક ફિલ્મોની ઓફર થઇ હોવાનો વાણી કપુરનો દાવો

મુંબઇ,તા. ૭ : અભિનેત્રી વાણી કપુરને  સારી ફિલ્મોની ઓફર કરવામાં આવી રહી છે. તે રિતિક રોશન અને ટાઇગર શ્રોફની સાથે એક ફિલ્મમાં નજરે પડનાર છે. જેનુ નામ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી. વાણી માત્ર કોઇ એક ભાષા સુધી મર્યાદિત રહેવા માંગતી નથી. તે મિળ અને તેલુગ ફિલ્મો પણ વધારે પ્રમાણમાં કરવા માટે ઇચ્છુક છે.  તે ચર્ચામાં રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. નિર્માતા નિર્દેશકોનુ ધ્યાન દોરવાના તેના પ્રયાસો સફળ થઇ શકે છે. તે વધારે બોલ્ડ અને સેક્સી ફોટો પણ રજૂ કરી રહી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાનુ સપનુ ધરાવે છે. બોલિવુડની ફિલ્મોમાં ટકી રહેવા માટે તે વધારે સ્લીમ દેખાવવા માટે પ્રયાસ કરી રહી છે.  આગામી દિવસોમાં મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે.  બેફિક્રેમાં નજરે પડેલી અભિનેત્રીએ કહ્યું છે કે, તે ઇચ્છે છે કે અફવા સાચી પડે અને તે આગામી સમયમાં બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે કામ કરી શકે.  અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વાણી કપૂરને લઇને એક ફિલ્મ શાહરુખ ખાન સાથે બનાવવાની હિલચાલ ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે. પોતાની આગામી ફિલ્મો અંગે પૂછવામાં આવતા ૨૮ વર્ષીય અભિનેત્રી વાણી કપૂરે કહ્યું હતું કે, કોઇપણ યોજના હજુ તૈયાર થઈ નથી. પટકથામાં હાલ તે અભ્યાસ કરી રહી છે. તેની પાસે કેટલીક ફિલ્મોની ઓફર આવી છે. વાણી કપુર એક્શન ફિલ્મ માટે વધારે ફિટ અભિનેત્રી હોવાનો દાવો બોલિવુડમાં લોકો કરે છે. ચોપડા બેનર સાથે તેના સારા સંબંધ રહેલા છે.

(12:39 pm IST)
  • સુપ્રીમ કોર્ટે ગોવાની તમામ ૮૮ લોખંડની ખાણોના ખોદકામના લાયસન્સ રદ કર્યા : કોર્ટે રાજ્યને નવી ખોદકામ નીતિ હેઠળ ખાણોની ફાળવણી કરવા અને પર્યાવરણીય મંજૂરી લાવ્યા બાદ બીજીવાર ખોદકામ શરૂ કરવા જણાવ્યું : કોર્ટ અનુસાર, આ બધી ખાણોમાંથી માત્ર ૧૫ માર્ચ સુધી જ ખોદકામ કરી શકાશે access_time 3:30 pm IST

  • જશોદાબેનને રાજસ્થાનમાં અકસ્માતઃ રાજસ્થાનના કોટા હાઇવે ઉપર અકસ્માતઃ ડ્રાઇવરનું મોતઃ લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે બની ઘટનાઃ માથામાં ઇજાઃ હોસ્પિટલમાં સારવાર ચાલું access_time 3:16 pm IST

  • એશિયાના સૌથી મોટા વ્યૂહાત્મક એરબેસ પરથી ફ્રાન્સની વાયુસેનાના પ્રમુખે ભારતમાં નિર્માણ પામેલા ફાઈટર જેટ તેજસથી ઉડ્ડયન કર્યું હતું. રાજસ્થાનના જોધપુર એરબેસ પરથી ફ્રાન્સના એર ચીફ માર્શલ આંદ્રે લેનાટોએ કો-પાયલટ તરીકે ભારતમાં નિર્મિત ફાઈટર જેટ તેજસમાં ઉડાણ કર્યું હતું. access_time 7:37 pm IST