Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

સુરવીન ચાવલા વેબ સિરીઝમાં: કાશ્મીરની પૃષ્ઠભૂમિ પર કહાની

બોલીવૂડ અભિનેત્રી સુરવીન ચાવલા હવે એકતા કપૂરની વેબ સિરીઝમાં જોવા મળશે. આ સિરીઝનું નામ 'હક સે' રખાયું છે. સુરવીન ડિઝીટલ પ્લેટફોર્મ પર અભિનેતા  રાજીવ ખંડેલવાલ સાથે કામ કરશે. આ શોમાં સુરવીન, રાજીવ સાથે પારૂલ ગુલાટી, આંચલ શર્મા અને નેક્ષા રંગવાલ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ વેબ સિરીઝ કાશ્મીરની પૃષ્ઠભૂમિ પર આધારીત છે. શોમાં ચાર બહેનો વચ્ચેના સંબંધની વાત છે. શોનો પ્રોમો લોન્ચ થઇ ચુકયો છે. જેમાં સુરવીન મજુબત રોલ નિભાવતી દેખાઇ રહી છે. મેહર, જન્નત, બાનો અને અમલ નામની બહેનોના રોલમાં સુરવીન, પારૂલ, નેક્ષા અને આંચલ જોવા મળશે. કાશ્મીરમાં રહીને ત્યાંની પરિસ્થિતિથી અલગ કામ કર્યા પછીના પરિણામોનો સામનો કરતી ચારેયને દેખાડાશે.

(9:47 am IST)
  • RBIના દરોમાં કોઈ પરિવર્તન નહીં, લોનની EMI ઘટશે નહીં : મુંબઈમાં ચાલી રહેલી રિઝર્વ બેન્કની નાણાંકીય સમિતિની બેઠક બાદ લેવાયો નિર્ણય : રિટેલ મોંઘવારી નવેમ્બર 2017માં 4.88 ટકા તથા ડિસેમ્બર 2015માં 3.41 ટકા પર હતી access_time 3:36 pm IST

  • સુપ્રીમ કોર્ટે ગોવાની તમામ ૮૮ લોખંડની ખાણોના ખોદકામના લાયસન્સ રદ કર્યા : કોર્ટે રાજ્યને નવી ખોદકામ નીતિ હેઠળ ખાણોની ફાળવણી કરવા અને પર્યાવરણીય મંજૂરી લાવ્યા બાદ બીજીવાર ખોદકામ શરૂ કરવા જણાવ્યું : કોર્ટ અનુસાર, આ બધી ખાણોમાંથી માત્ર ૧૫ માર્ચ સુધી જ ખોદકામ કરી શકાશે access_time 3:30 pm IST

  • મહેસાણામાં ધારાસભ્યના કાર્યાલય પર તોડફોડના મામલે કોર્ટમાં હાર્દિક અને લાલજી પટેલની હવે ૨૮મીએ સુનાવણીઃ ધારાસભ્યની જુબાની રાયોટીંગના ગુનાની કરાઇ હતીઃ કોર્ટમાં કાર્યવાહીમાં બે અરજીઓ મંજૂર access_time 2:12 pm IST