Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

હિતેનને બિગ બોસ ફળ્યું: થ્રિલર ફિલ્મમાં કામ મળ્યું

બિગ બોસ તેમાં ભાગ લેનારા અનેકને ફળ્યું છે. એક સ્પર્ધક હિતેન તેજવાની કે જે ટીવી પરદેથી લગભગ ગાયબ થઇ ગયો હતો તેને બિગ બોસ-૧૧ પછી ફરી મોટી તક મળી છે. હિતેનને એક ટીવી શોમાં કામ મળ્યું છે અને શુટીંગ પણ શરૂ કર્યુ છે. તે એક શોર્ટ ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મ પંદર દિવસમાં જ બની જશે. આ એક થ્રિલર ફિલ્મ છે. હિતેન સાથે આ શોર્ટ ફિલ્મમાં સહબાન અઝીમ, અનુપ્રિયા ગોએન્કા, અશ્વિન મુશરા, અશફાક સહિતના કલાકારો છે. તાજેતરમાં હિતેન તેની પત્નિ ગોૈરી સાથે વેકેશન માણવા પશ્ચિમના દેશોમાં ગયો હતો. જ્યાં બરફીલા માહોલનો આનંદ માણતા બંને પતિ-પત્નિની તસ્વીરો સોશિયલ મિડીયા પર વહેતી થઇ હતી.

(9:47 am IST)