Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ઇઝન્ટ ઇટ રોમેન્ટિક?

પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસ ૭૭માં 'ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્સ''માં એક બીજાને કિસ કરતાં જોવા મળ્યાં હતાં. અવર્ડ નાઇટની રેડ કાર્પેટ ઇવેન્ટમાં સ્ટાર કપલ પહોંચતાં લોકોની નજર તેમના પર હતી. નિકે બ્લેક સૂટ પહેર્યો હતો, તો પ્રિયંકાએ ઓફ શોલ્ડર પિન્ક ગાઉન પહેર્યું હતું. હાલમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તેઓ કિસ કરતાં જોવા મળી રહ્યાં છે. કિસ બાદ પ્રિયંકા નિકના હોઠ પરથી લિપસિટક સાફ કરતી પણ જોવા મળી રહી છે. આ વિડિયો જોઇને પ્રિયંકાની ફિલ્મનું નામ 'ઇઝન્ટ ઇટ રોમેન્ટિક?' લેવાનું મન થઇ આવે છે.

(3:11 pm IST)