Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ફરીથી પ્રેમમાં પડવુ છે અનિલ કપૂરને

ઝરા સંભલ કે :  આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને દિશા પટણીએ ગઇ કાલે જુહુમાં આવેલા એક થિયેટરમાં તેમની 'મલંગ'નું ટ્રેલર લોન્ચ કર્યુ હતું. આ ઇવેન્ટમાં દિશા પટણીને હાઇ હીલ્સમાં તકલીફ પડી રહી હોવાથી અનિલ કપૂર તેને સંભાળતો જોવા મળ્યો હતો.

મુંબઇ તા.૭: અનિલ કપૂરની ઇચ્છા છે કે તેને ફરી એકવાર પ્રેમમાં પડવુ છે. તે 'મલંગ'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપૂર, દિશા પટણી અને કુણાલ ખેમુ પણ જોવા મળશે. આ ફિલ્મ ૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આદિત્ય અને દિશાની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી જોઇને અનિલ કપૂરે કહ્યું હતું કે ' આ ફિલ્મ બાદ આદિત્યા અને દિશા દિગ્ગજ, સ્પેશ્યલ અને મોટા સ્ટાર બની જશે. હું આ વાત ખરેખર કહું છું. મેં દરેક ફ્રેમને જોઇ છે અને એને મેં  એન્જોય કરી છે. હું યુવાન હોત તો સારૂ હોત. મારી ઇચ્છા છે કે હું આદિત્યની જેમ બાઇક ડ્રાઇવ કરૂ અને ફન કરૃં. તેમને ફિલ્મમાં જોઇને મને પ્રેમમાં પડવાનું મન થઇ આવ્યુ છે. જોકે હું પ્રેમમાં તો છું જ પરંતુ ફરી એકવાર પ્રેમમાં પડવા માગું છું'.

(4:31 pm IST)