Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

જ્હાન્વીની ઇચ્છા થશે પુરી

જ્હાન્વી કપૂર એવી અભિનેત્રી છે જેણે પહેલી ફિલ્મથી જ પોતાની ક્ષમતા સાબિત કરી દીધી હતી. ધડક ફિલ્મથી એન્ટ્રી કરનારી શ્રીદેવી અને બોની કપૂરની લાડલી એક પછી એક મોટી ફિલ્મો કરી રહી છે. તે પોતાના રોલને ન્યાય આપવા ભરપૂર મહેનત કરવામાં માને છે. જ્હાન્વીની આ મહેનત અને અભિનયને કારણે જ તે બોલીવૂડમાં નિર્માતા-નિર્દેશકોની પસંદ બની રહી છે. તે હવે પછી તખ્ત નામની ફિલ્મ માટે કામ કરી રહી છે. આ ફિલ્મના રોલને ન્યાય આપવા તે કથ્થક નૃત્ય અને ઉર્દૂ ભાષા છેલ્લા એક વર્ષથી શીખી રહી છે. કરણ જોહર મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્ત બનાવી રહ્યા છે. જેમાં જ્હાન્વી કપૂરનો ખાસ રોલ છે. તેને આ ફિલ્મ માટે સાઇન કરવામાં આવી ત્યારથી તેણે કથ્થક અને ઉર્દૂ શીખવાનું શરૂ કરી દીધું છે. તેને પહેલેથી જ જુના જમાનાની કહાની પર ફિલ્મ કરવાની ઇચ્છા હતી, આ ઇચ્છા હવે તખ્ત ફિલ્મના રોલ થકી પુરી થઇ રહી છે.   આ ફિલ્મનું શુટીંગ શરૂ થવાને હજુ વાર છે. પણ પોતાના પાત્ર માટે જહાન્વી જરાપણ કચાશ રાખવા ઇચ્છતી ન હોઇ ભરપુર તૈયારી કરી રહી છે.

(10:17 am IST)