Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'સોનચીડીયા'નું ટ્રેલર લોન્ચ

મુંબઈ: ચંબલનાં ડાકૂઓનાં જીવન પર બનેલી ફિલ્મ ‘સોનચિડિયા’નું ધમાકેદાર ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને મનોજ બાજપેયી ડાકૂઓનાં રૉલમાં જોવા મળશે. ફિલ્મમાં ભૂમિ પેડનેકર પણ મહત્વનાં રૉલમાં જોવા મળી રહી છે. 2 મિનિટ 43 સેકેન્ડનાં આ ટ્રેલરમાં ચંબલની વાર્તા દર્શાવવામાં આવી છે. ટ્રેલરમાં જોરદાર ડાયલૉગ્સ છે. આ ફિલ્મ 8 ફેબ્રુઆરી 2019નાં રોજ રીલીઝ થશે. ભૂમિએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનાં ચંબલ શૂટિંગ દરમિયાનની એક તસવીર શેર કરી હતી. ટ્રેલરમાં આશુતોષ રાણા અને રણવીર શૌરી પણ મહત્વનાં રૉલમાં જોવા મળી રહ્યા છે. ટ્રેલરમાં જ સુશાંત, મનોજ બાજપાયી, આશુતોષ રાણા અને રણવીર શૌરીએ પોતાની એક્ટિંગનો પરચો આપી દીધો છે. ‘સોનચિડિયા’નું ટીઝર 6 ડિસેમ્બર 2018નાં રીલીઝ કરવામાં આવ્યું હતુ. ફિલ્મનું પ્રોડક્શન RSVPનાં બેનર હેઠળ થયું છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક ચૌબેએ કર્યું છે. સુશાંત સિંહ રાજપુતની આ પહેલા રીલીઝ થયેલી ‘કેદારનાથ’ ફિલ્મ હિટ રહી હતી. ફિલ્મમાં સુશાંતની સાથે સારા અલી ખાન પણ જોવા મળી હતી.

 

(6:16 pm IST)