Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સૂર્યવંશીમાં ફીમેલને પાત્રને મળશે માત્ર 15-20મિનિટના સીન

મુંબઈ: રોહિત શેટ્ટી સાથેની અક્ષયકુમારની પહેલી ફિલ્મ સૂર્યવંશીનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થવાનું છે અને ૨૭ ડિસેમ્બરે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. સિમ્બાના છેલ્લા સીનમાં આ ફિલ્મની પહેલી ઝલક દર્શાવવામાં આવી હતી. ફિલ્મના શૂટિંગથી લઈ રિલીઝ સુધીના ન્યૂઝ ઝળકી રહ્યા છે, પણ અક્ષયકુમારની હીરોઇન કોણ હશે એ હજુ જાહેર થયું નથી. ફિલ્મમાં હીરોઇનની ભૂમિકા ઘણી નાની હશે પરંતુ જાણવા મળ્યા મુજબ રોહિત શેટ્ટી આ ફિલ્મ માટે પૂજા હેગડેનું નામ કન્સિડર કરે. રોહિતની મોટાભાગની ફિલ્મોની જેમ આમાં પણ હીરોઇનના ભાગે વધુ સીન્સ હોતા નથી. સૂર્યવંશીમાં પણ ફીમેલ લીડના ભાગે માત્ર ૧૫-૨૦ મિનિટ આવશે.

 

(6:13 pm IST)