Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી રહ્યો છે: કેટરીના કૈફ

મુંબઇ:  મોખરાની અભિનેત્રી કેટરિના કૈફે કહ્યું હતું કે આજના ટીનેજર્સ અને યુવાનોમાં ડિપ્રેસનના કિસ્સા વધી રહ્યા છે એને માટે સોશ્યલ મિડિયા જવાબદાર છે.'અમુક હદ સુધી સોશ્યલ મિડિયાનો વપરાશ બરાબર છે પરંતુ એનેા અતિરેક થવા માંડે ત્યારે એ માઠી અસર પેદા કરે છે. યુવાનોએ વાસ્તવિક દુનિયામાં જીવવું હોય તો સોશ્યલ મિડિયાની ગુલામી ત્યજી દેવી જોઇએ એમ મને લાગે છે' એવું કેટરિનાએ કહ્યું હતું. હાલ કેટરિના સુપર સ્ટાર સલમાન ખાન સાથે અલી અબ્બાસ ઝફરની ભારત ફિલ્મ કરી રહી છે.  કેટરિનાએ કહ્યું કે સોશ્યલ મિડિયા યુવાનોને વાસ્તવિકતાથી દૂર લઇ જાય છે અને યુવાનો કાલ્પનિક સુખમાં રાચતા થઇ જાય છે. એ કાલ્પનિક સુખ જ્યારે એમને ખરેખર કામ ન લાગે ત્યારે યુવાનો હતાશામાં સરકી પડે છે. એમને માનસિક વ્યાધિઓ સતાવતા થઇ જાય છે.તેણે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ડિપ્રેસનની વાતો કરવાથી કશું વળે નહીં. આ ચર્ચાનો વિષય નથી. એની પાછળ રહેલી વાસ્તવિકતાને સમજવાની જરૃર છે. સોશ્યલ મિડિયાનો ટાઇમ પાસ કરવા સિવાય બીજો કોઇ લાભ નથી. આમ છતાં એકવાર એનું વ્યસન થઇ જાય પછી એમાંથી છૂટવાનું મુશ્કેલ છે.

(6:13 pm IST)