Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

જેકી શ્રોફનીફિલ્મ લાઇફ ઇઝ ગૂડને બિમલ રૉય એવોર્ડ એનાયત

મુંબઇ:  સિનિયર અભિનેતા જેકી શ્રોફને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ લાઇફ ઇઝ ગૂડને બિમલ રૉય એવોર્ડ એનાયત થયો હોવાની માહિતી મલી હતી.અભિનેતા ફિલ્મ સર્જક અનંત મહાદેવને આ ફિલ્મ બનાવી છે. કાબુલીવાલા અને દો બિઘા જમીન જેવી સદાબહાર ફિલ્મો બનાવનારા સર્જક બિમલ રૉયની બાવનમી પુણ્યતિથિ નિમિત્તે યોજાએલા સમારોહમાં લાઇફ ઇઝ ગૂડને બિમલ રૉય સ્મૃતિ એવોર્ડ આપવામાં આવ્યો હતો.એક સમયના સૌથી સફળ સ્ક્રીપ્ટ રાઇટર્સમાંના એક સૂજિત સેને પાછલી વયે મુંબઇની એક હૉસ્પિટલમાં પોતે સારવાર લઇ રહ્યા હતા એ દરમિયાન લખેલી ડાયરી આ ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર કરાવવામાં નિમિત્ત બની હતી. આ ડાયરીમાં સૂજિત સેને માણસ વૃદ્ધ થાય ત્યારે સતાવતા ખાલીપા અને એકલતાની વાત કરી છે.બિમલ રૉયની પુત્રી રીન્કી રૉય ભટ્ટાચાર્યે કહ્યું, જેકીનું પાત્ર એક પણ ક્ષતિરહિત બન્યું છે. જેકીએ ફિલ્મમાં પોતાનો પ્રાણ રેડી દીધો છે. માતાનું અવસાન થતાં એ સંજોગોનો શી રીતે સામનો કરવો એ જેકીના પાત્રમાં નિરુપાયું છે.અનંતે વધુમાં એવી માહિતી આપી કે અમારી ફિલ્મને રાજસ્થાન ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રજૂ કરવાનું નિમંત્રણ પણ મળ્યું છે

 

(6:10 pm IST)