Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

કોઇ પણ વ્યક્તિ પોતાનો અભિપ્રાય સૌમ્ય શબ્દોમાં વ્યક્ત કરી શકે છે: આશુતોષ રાણા

મુંબઇ:  બોલિવૂડની ફિલ્મોમાં વિલનના પાત્રને અનેરું પરિબળ બનાવનારા અભિનેતા આશુતોષ રાણાએ કહ્યું હતું કે કોઇ પણ વ્યક્તિ પોતાનો અભિપ્રાય સૌમ્ય શબ્દોમાં વ્યક્ત કરી શકે છે. એમાં આવેશ લાવવાની જરૃર નથી.તાજેતરમાં સિનિયર અભિનેતા નસીરુદ્દીન શાહે ટોળા દ્વારા કરાતી હિંસક હત્યાઓ વિશે અભિપ્રાય આપતાં પોતાનાં સંતાનો વિશે ચિંતા વ્યક્ત કરી હતી. આ નિવેદનના પડઘા છેક પાકિસ્તાનમાં પડયા હતા અને પાકિસ્તાનના વડા પ્રધાને નસીરુદ્દીનને ટાંકીને ભારતમાં મુસ્લિમોની સ્થિતિ દયાજનક છે એવું કહ્યું હતું. સ્વાભાવિક રીતેજ નસીરુદ્દીનના નિવેદનના ચોમેર ઉગ્ર પ્રતિભાવ પડયા હતા. આ વિશે પૂછતાં આશુતોષ રાણાએ કહ્યું કે દરેકને વાણી અને વિચાર સ્વાતંત્ર્યનો દેશના બંધારણે આપેલો અધિકાર છે. પરંતુ એ અધિકારનો સૌમ્ય શબ્દોમાં ઉપયોગ થાય એ જરૃરી છે. બિનજરૃરી આવેશ કે ઉત્તેજના વિવાદો સર્જે છે. એટલે કોઇ અભિપ્રાય વ્યક્ત કરતી વખતે સૌમ્ય ભાષા અને સૌજન્ય રાખવામાં આવે તો એના જલદ પ્રતિભાવ પડતા નથી એમ મને લાગે છે.

 

(6:09 pm IST)