Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

શંકરે એકશન- થ્રિલર ફિલ્મ માટે કરી રિતીકની પસંદગી

રિતીક રોશન બહુ ઓછી ફિલ્મ કરે છે તેવી ફરિયાદ તેના ચાહકોની હોય છે.લગભગ બે વર્ષથી રિતીકની ફિલ્મ આવી નથી. રિતીકની સુપર-૩૦ આવવાની છે. આ ઉપરાંત તે ટાઇગર શ્રોફ સાથે એક ફિલ્મ કરી રહ્યો છે અને ક્રિશ-૪નું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે. હવે એક વાત સામે આવી છે કે દક્ષિણ ભારતના નિર્દેશક શંકર સાથે રિતીક એક મોટી ફિલ્મ કરવાનો છે. શંકર   કરોડાના બજેટની એકશન-થ્રિલર ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ માટે તેણે રિતીકને પસંદ કર્યો છે. શંકરનું માનવું છે કે તેની આ ફિલ્મ માટે રિતીકથી વધુ સારો હીરો કોઇ હોઇ શકે તેમ નથી. શંકર હાલમાં ઇન્ડિયન-૨ના કામમાં વ્યસ્ત છે. એ પછી તે રિતીક સાથે ફિલ્મ બનાવશે. શંકર માને છે કે તેની ફિલ્મના રોલમાં રિતીક પોતાના દેખાવ, શારીરિક બાંધાને કારણે બરાબર બંધ બેસતો છે. રિતીકને પણ ફિલ્મનો આઇડિયા ગમ્યો છે.

(10:30 am IST)