Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

'મેડ ઇન ચાઇના'માં રાજકુમાર રાવનો દમદાર લૂક

રાજકુમાર રાવએ અભિનય થકી બોલીવૂડમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી લીધું છે. હવે તેની ફિલ્મ 'મેડ ઇન ચાઇના' આવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે મોૈની રોય મુખ્ય રોલમાં છે. મોૈનીએ તાજેતરમાં આ ફિલ્મના રાજકુમાર રાવના લૂકની તસ્વીરો પોસ્ટ કરી હતી. જેમાં રાજકુમાર બ્લુ શર્ટ ઉપર કોટ પહેરેલો દેખાય છે. તેના ખભા પર બે બેગ લટકી રહી છે. તે ચીનની સડકો પર ચાલી રહેલો દેખાય છે. ચશ્મા પણ પહેરેલા છે. મોૈની રોયએ રાજકુમારની તસ્વીરો સાથે નવા વર્ષના વધામણા પણ આપ્યા છે. આ ફિલ્મ ૩૦મી ઓગષ્ટના રિલીઝ થશે. આ ફિલ્મ મિખિલ મુસલે અને દિલબર ગર્લ નોરા ફતેહીના નિર્દેશનમાં બની રહી છે. દિનેશ વિજન નિર્મિત આ ફિલ્મમાં બોમન ઇરાની પણ મહત્વના રોલમાં છે.

(10:29 am IST)