Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

હીના ખાન હવે શોર્ટ ફિલ્મમાં પણ જોવા મળશે

ટીવી અભિનેત્રી હીના ખાન એકતા કપૂરની સિરીયલ 'કસોટી જિંદગી કી-૨'માં કોમોલિકાનો રોલ નિભાવી રહી છે.  આ તેનો નેગેટિવ રોલ હોવા છતાં ચાહકો પસંદ કરી રહ્યા છે. હાલમાં હીના ખાન બોલીવૂડમાં એન્ટ્રી કરવા પણ એક ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મનું નામ 'લાઇન્સ' છે. જેનું શુટીંગ તે જમ્મુમાં કરી રહી છે. આ ઉપરાંત હીના ખાન એક શોર્ટ ફિલ્મ પણ કરી રહી છે. આ ફિલ્મમાં તે અભિનેતા વિવેન ભટેના સાથે રોમાન્સ કરતી જોવા મળશે. ખુદ હિનાએ આ અંગેની માહિતી આપી હતી. લાઇવ ચેટ દરમિયાન એક ફેન્સ સાથે હીનાએ આ વાત કરી હતી. આ પ્રોજેકટ દ્વારા હીના 'ફુદ્દુ'ના નિર્માતા સાથે કામ કરી રહી છે. ટીવી પરદેથી અનેક અભિનેત્રીઓ ફિલ્મી પરદે પહોંચી છે. હવે હીનાને કેવી સફળતા મળે છે તે સમય આવ્યે ખબર પડશે.

 

(10:29 am IST)