Gujarati News

Gujarati News

News of Sunday, 7th January 2018

મારુ કેનેડિયન નાગરિકત્વ માનદ્ છે : અક્ષયકુમારની સ્પષ્ટતા

બોલીવુડના ધરખમ ગજાના અભિનેતા અક્ષય કુમારની નાગરિકતા અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાય મિડીયા એ તેને કેનેડીયન નાગરિક વર્ણવેલ છે.

જો કે ખૂદ અક્ષયકુમારે આ વાતનું ખંડન કર્યુ છે. અને જાહેર કર્યુ છે કે તેને જો કેનેડાનું નાગરિકત્વ મળ્યું છે તે માનદ્ છે. ઓનરરી છે.એટલે કે અક્ષયકુમાર ભારતનો જ નાગરિક છે. તેણે કહેેલ કે આ માનદ નાગરિકત્વ છે અને તમે જે માનો છો (કનેડાનો નાગરિક છું ) એવું નથી.

લંડનના હીથ્રો એરપોર્ટ ઉપર ૨૦૧૬ માં તેને અટકમાં લેવામાં આવ્યો ત્યારે અક્ષયના કેનેડીયન નાગરિક હોવાની  કેનેડીયન પાસપોર્ટની વાત  બહાર આવી

સામાન્ય રીતે કેનેડીયન નાગરિક કોઇપણ વિઝા વિના બ્રિટનમાં ટુરીસ્ટ તરીકે આવી શકે છે. પરંતુ અક્ષયને બ્રિટનમાં આવવા માટે પ્રયોજન પૂછતા તેણે કહયૂ કે શુટીંગ માટે આવેલ છે. જે માટે વીઝા લેવો જરૂરી હોય છે. એટલે તેને અટકમાં લીધેલ.

(3:13 pm IST)