Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

જ્હાન્વી કરશે વધુ એકવાર રાજકુમાર રાવ સાથે કામ

અભિનેત્રી જ્હાન્વી કપૂરની ત્રણ ફિલ્મોની ચાહકો રાહમાં છે ત્યાં તેણે વધુ એક ફિલ્મ હાથમાં લીધી છે. આ ફિલ્મમાં તે વધુ એક વખત રાજકુમાર રાવ સાથે જોવા મળવાની છે. કરણ જોહરના પ્રોડકશનમાં બની રહેલી મિસ્ટર એન્ડ મિસિસ માહી નામની ફિલ્મમાં જ્હાન્વી અને રાજકુમાર સાથે કામ કરી રહ્યા છે. અગાઉ આ બંનેએ હોરર કોમેડી રૂહીમાં સાથે કામ કર્યુ હતું. હવે મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં બંને કોમેડી કરતાં જોવા મળશે.

આ એક ક્રિકેટ ડ્રામા છે જે આવતા વર્ષની સાતમી ઓકટોબરે રિલીઝ થશે. રાજકુમાર રાવ આ ફિલ્મમાં મહેન્દ્રનું અને જાહનવી મહિમાનું પાત્ર ભજવશે. આ ફિલ્મ માટે પહેલાં કાર્તિક આર્યનને લેવામાં આવ્યો હતો. પરંતુ એવી ચર્ચા છે કે જ્હાન્વી સાથેની દોસ્તીમાં તિરાડ પડવાથી કાર્તિકને હટાવીને રાજકુમારને લેવાયો છે. કાર્તિકને અગાઉ કરણની દોસ્તાના-૨ પણ છોડવી પડી હતી. 

(10:02 am IST)