Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

આઈએમડીબીની ૨૦૧૯ના ટોચના ૧૦ કલાકારોની યાદી જાહેરઃ પ્રથમ નંબરે પ્રિયંકા ચોપરા તો સલમાન ખાન છઠ્ઠા ક્રમે

નવી દિલ્હીઃ બોલિવૂડમાંથી હોલિવૂડમાં સુપરસ્ટાર બની ચુકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસ કોઈ ને કોઈ વાતે સમાચારોમાં ચમકતી રહે છે. હવે તેણે બોલિવૂડના સુપરસ્ટાર કહેવાતા તમામ સ્ટારને ધૂળ ચડાવી દીધી છે. આઈએમડીબી લિસ્ટમાં ભારતીય કલાકારોની યાદીમાં અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસને પ્રથમ સ્થાન મળ્યું છે.

અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસને 2019ના ભારતીય ફિલ્મ અને ટીવી શ્રેણીની ટોચની કલાકાર તરીકે આઈએમડીબીમાં સ્થાન આપવામાં આવ્યું છે. યાદીમાં બોલિવૂડનો સલમાન ખાન છઠ્ઠા સ્થાને છે. આઈએમડીબીએ ગુરુવારે 2019ના ટોચના 10 કલાકારોના નામની યાદી બહાર પાડી હતી.

અભિનેત્રી દિશા પટણી બીજા સ્થાને છે. ત્યાર પછી ઋતિક રોશન, કિયારા આડવાણી, અક્ષય કુમાર, સલમાન ખાન, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, રકુલપ્રીત સિંહ અને શોભિતા ધુલિપાલા છે.

આઈએમડીબી તેના પ્રો સ્ટાર મીટર રેન્કિંગના ડાટા પ્રયોગના આધારે આ યાદી તૈયાર કરે છે. જે આઈએમડીબીના 200 મિલિયન કરતાં વધુ યુઝર્સ દ્વારા પેજ પર માસિક વિઝિટિંગન પર આધારિત હોય છે.

આ અંગે આઈએમડીબી પ્રોના પ્રમુખ મેટ ક્યુમિને જણાવ્યું કે, "આઈએમડીબીની ભારતીય સેલિબ્રિટીઓ પર આધારિત માહિતી છેલ્લા કેટલાક વર્ષોમાં નાટકિય રીતે વધી છે. દુનિયાભરના લોકો ભારતીય સિનેમા, ટેલિવિઝન સિરીઝ અને સ્ટાર અંગે માહિતી મેળવવા માટે આઈએમડીબી જુએ છે."

(4:53 pm IST)
  • સોમવારે રાજ્યના મહેસુલ કર્મચારીઓની હડતાલ : પડતર પ્રશ્નનું નિરાકરણ નહિ આવતા મહેસુલ કર્મચારીઓ હડતાલનું શસ્ત્ર ઉગામશે : મહેસુલ સચિવે ઉધ્ધત વર્તન કર્યું હોવાના પણ આક્ષેપ access_time 1:15 am IST

  • હૈદ્રાબાદ એન્કાઉન્ટર : હું ખુબ જ ખુશ છુઃ પોલીસે ખુબ સારૂ કામ કર્યુઃ કોઈ પોલીસવાળા ઉપર પગલા ન લેવાય તેવી અપીલઃ નિર્ભયાની માતા આશાદેવી access_time 3:40 pm IST

  • ઇક્વાડોરે શરણ નહીં આપતા લંપટ નિત્યાનંદ ' હૈતી ' તરફ ભાગી ગયો : સત્તાવાર જાહેરાત access_time 7:20 pm IST