Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

મને પુરૂષોનું પરફયુમ ખૂબ પસંદ છે : જાહ્નવી

મુંબઇ, તા. ૬ : જાહ્નવી કપૂરને મેલ પરફયુમ ખૂબ પસંદ છે એટલું જ નહીં, તેનું એમ પણ કહેવું છે કે તેને રાતના લેડીઝ-જેટ્સના પરફયુમ મિકસ કરવા પણ ગમે છે. જાહ્નવી કારગિલ ગર્લ તરીકે જાણીતા ઇન્ડિયન એરફોર્સના ભૂતપૂર્વ પાઇલટ ગુંજન સકસેનાની બાયોપિક 'ગુંજન સકસેના : ધ કારગિલ ગર્લ'માં જોવા મળવાની છે. સાથે જ 'રૂહી અફઝા' અને 'દોસ્તાના ર' માં પણ અગત્યના રોલમાં દેખાશે. પરફયુમ વિશે જણાવતા જાહ્નવીએ કહ્યું કે 'મને ડેડીનું પરફયુમ ખરેખર ખૂબ જ ગમે છે. હું જયારે નાની હતી ત્યારે મારા ડેડીના વોર્ડરોબમાંથી તેમનું પરફયુમ લગાવતી હતી. ખરૃં કહું તો મને પુરૂષોનું પરફયુમ ખૂબ પસંદ છે. રાતના તો મને લેડીઝ-જેટ્સના પરફયુમ મિકસ કરીને એને થોડું ટેન્ગી અને ફોર્મલ બનાવવું ગમે છે.'

પ્રેમની વ્યાખ્યા વિશે પૂછવામાં આવતા જાહ્નવીએ કહ્યું કે, 'મારા મતે પ્રેમને શબ્દોમાં વર્ણવી ન શકાય. એની કોઇ વ્યાખ્યા નથી, એનો તો અહેસાસ કરવાનો હોય. મને લાગે છે કે એ બધા કરતા વિશેષ છે. મેં એક કવોટ વાંચ્યો હતો કે આપણે લાઇફમાં જે કંઇ પર કરીએ છીએ એ વ્યકિત પાસેથી થોડો પ્રેમ મળી જાય એ માટે કરીએ છીએ. એથી આપણે લાઇફમાં માત્ર પ્રેમ મેળવવા માટે બધું કરીએ છીએ. હું પણ લોકો પાસેથી પ્રેમ મેળવવા માટે કામ કરતી રહીશ.'

(10:07 am IST)
  • રાજયના મુખ્ય સચિવ અનિલ મુકીમની કલેકટરો સાથે પ્રથમ વીસીઃ ર૬ જાન્યુઆરીએ મગફળી સહિતના મુદે કરી સમીક્ષા... : રાજયના નવા મુખ્ય સચિવ અનિલ મુકીમે આજે રાજકોટ કલેકટર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રથમ વીસી યોજી હતીઃ રાજકોટમાં ર૬ જાન્યુ.ની રાજયકક્ષાની ઉજવણી-મગફળી ખરીદી- કાયદો વ્યવસ્થા-ખેતીને નુકશાન-મહેસુલ કામગીરી- પંચાયતી કામગીરી સહિતના મુદે સમીક્ષા યોજી... access_time 3:38 pm IST

  • હૈદ્રાબાદ એન્કાઉન્ટર : હું ખુબ જ ખુશ છુઃ પોલીસે ખુબ સારૂ કામ કર્યુઃ કોઈ પોલીસવાળા ઉપર પગલા ન લેવાય તેવી અપીલઃ નિર્ભયાની માતા આશાદેવી access_time 3:40 pm IST

  • શેર બજારમાં મોટો કડાકો :૩૩૪.૪૪ પોઇન્ટ તૂટ્યા : આજે બપોરે શેર બજાર ૪૦૪૪૫.૧૫ એ બંધ થયું. નિફ્ટી પણ ૧૨૦૦૦ના આંકથી નીચે ચાલી ગઈ access_time 3:40 pm IST