Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

#Metoo :જાણીતા ફિલ્મમેકર સુભાષ ઘઈને ક્લીનચિટ કેટ શર્માએ ફરિયાદ પાછી ખેંચી લીધી :, કેસ બંધ કરાયો

કેટે પોતાની માતાની બીમારીનો હવાલો આપી પોતાની ફરિયાદપરત લીધી

મુંબઈ : #Metoo અભિયાન અંતર્ગત ઘણી મહિલાઓએ પોતાની સાથે થયેલા યૌન શોષણ વિશે ખુલીને વાત કરી રહી છે આ અભિયાનમાં બોલિવૂડ ઘણા જાણીતા ચહેરાઓ પણ સામે આવ્યા છે. જાણીતા ફિલ્મમેકર સુભાષ ઘઈ પર પણ મૉડલ-એક્ટ્રેસ કેટ શર્માએ જાતિય દુર્વ્યવહારના આરોપ લગાવ્યો હતો. જોકે  પિંકવિલાના રિપોર્ટ અનુસાર હવે સુભાષ ઘઈનો આ આરોપોમાંથી ક્લીનચિટ મળી ગઈ છે.

   કેટ શર્માએ સુભાઈ ઘઈ વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ખબર અનુસાર ક્લોઝર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટે સુભાષ ઘઈની ઑફિસમાં લેવામાં આવેલા બર્થ ડે ફોટોગ્રાફ્સ ફેસબુક પર અપલોડ કરી દીધા હતા. તેણે એક યૂટ્યૂબ ચેનલને પણ આ ફોટોઝ આપ્યા હતા અને ખોટી સૂચના આપી હતી કે, સુભાષ પોતાની આગામી ફિલ્મ ‘એતરાઝ 2’માં કાસ્ટ કરી રહ્યાં છે.
  ઘઈ કથિતપણે આ વાતથી નારાજ હતા અને તેમણે કેટ સાથે વાત કરવાનું બંધ કરી દીધું. આનાથી કેટને ખોટું લાગ્યું અને તેણે આ આરોપ લગાવ્યા. ત્યારબાદ કેટે પોતાની માતાની બીમારીનો હવાલો આપી પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી અને કહ્યું કે, હવે તેને કોઈ ફરિયાદ નથી. આ આરોપોમાં પોલીસને કોઈ તથ્ય મળ્યા નથી અને કેસ બંધ કરી દેવાયો છે.

(11:48 pm IST)
  • ભાવનગરના વરતેજ પાસે ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ : પોલીસ કાફલો ધટનાસ્થળે : કોંગ્રેસના આગેવાનો પણ દોડી આવ્યા : દબાણ હટાવાનુ બંધ કરાવવા કોંગ્રેસ નેતા દોડી આવ્યા : નોટિસ વિના દબાણ હટાવવા આવ્યા હોવાનો અાક્ષેપ access_time 11:24 pm IST

  • સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં SOG પોલીસનો દરોડો :રૂ. 2.77લાખનો મુદ્દામાલ સાથે 7 જુગારીઓ ઝડપાયા access_time 2:39 pm IST

  • અમદાવાદ: આસારામ સામે નોંધાયેલા બળાત્કારના કેસમાં સાક્ષીઓના નિવેદનના મુદ્દાને લઈને હાઇકોર્ટમાં થઇ અરજી:વિરોધાભાસી નિવેદનો કોર્ટને બતાવવા અંગે આરોપી તરફથી થયેલી રજૂઆતને ટ્રાયલ કોર્ટે ફગાવતા હાઇકોર્ટમાં થઇ અરજી:હાઈકોર્ટે તપાસ સંસ્થા અને અન્ય પક્ષકારોને ઇશ્યુ કરી નોટિસ:સરકારે જવાબ રજૂ કરવા માટે માંગ્યો સમય: ૧૧ ડિસેમ્બરે હાથ ધરાશે સુનવણી access_time 2:40 pm IST