Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

પ્રેગ્નેન્ટ હોવાની અફવાઓ પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન

મુંબઇ: રમોખરાની અભિનેત્રી અનુષ્કા શર્માએ કહ્યું હતું કે હું પ્રેગનન્ટ નથી. આ અંગે પ્રગટ થયેલા અહેવાલો સાચા નથી. મને તો નવાઇ લાગે છે કે હું પ્રેગનન્ટ હોવાના સમાચાર મિડિયામેન ક્યાંથી ઉપાડી લાવ્યા ?'કેવી નવાઇની વાત છે, બોલો ! હું પ્રેગનન્ટ હોઉં અને મને ખબર ન હોય પરંતુ મિડિયાને ખબર પડી જાય. કોણ જાણે મિડિયા મેન આવી વાતો ક્યાંથી લઇ આવે છે !' એમ એણે ઝીરો ફિલ્મના પ્રમોશન દરમિયાન કહ્યું હતું.હકીકતમાં તાજેતરમાં એક ઘટના એવી બની હતી જેમાં અંગદ બેદી અને નેહા ધૂપિયા રાતોરાત પરણી ગયેલાં કારણ કે નેહા પ્રેગનન્ટ થઇ ગયેલી. બંને લાંબા સમયથી ડેટિંગ કરતા હતા. આ ઘટના બન્યા પછી કોઇ ગોસિપ કૉલમિસ્ટે એવા સમાચાર પ્રગટ કર્યા હતા કે અનુષ્કાને સારા દિવસો જાય છે એટલે હાલ બહુ પરિશ્રમ કરતી નથી. ઝીરોના પ્રમોશન દરમિયાન એક પત્રકારે અનુષ્કાને આ અંગે સવાલ પૂછ્યો હતો ત્યારે અનુષ્કાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હું પ્રેગનન્ટ નથી ભૈ, આ સમાચાર સાવ ખોટ્ટા છે.ઝીરોમાં સુપર સ્ટાર શાહરુખ ખાન સાથે અનુષ્કા ઉપરાંત કેટરિના કૈફ પણ ચમકી રહી છે.

(4:22 pm IST)
  • દિલ્હી મેટ્રોની બ્લુ લાઇનનું સિગ્નલ ફેઈલ :હજારો મુસાફરો પરેશાન :ટ્રેનો કલાકો સુધી સ્ટેશન પર થોભી : એક બીજા સ્ટેશન જવા માટે પણ ટ્રેનોને 15 થી 20 મિનિટનો સમય લાગે છે : નિયંત્રણ કેન્દ્રોનો સંપર્ક તૂટતા સમગ્ર બ્લુ લાઈન ટ્રેનો પ્રભાવિત : ગાઝિયાબાદ અને નોઈડાને વેસ્ટ દિલ્હીના દ્વારકાથી જોડનારી લાઈનમાં પેહલા કકરોલબાગ અને દ્વારકા સેક્શન વચ્ચે અને પછી સમગ્ર લાઈનમાં સિગ્નલ ફેઈલ થયું access_time 1:16 am IST

  • હિન્દીમાં ચિત્રા મુદ્દગલ અને ઉર્દુમાં રહમાન અબ્બાસ સહિત 24 લેખકોને સાહિત્ય અકાદમી પુરષ્કાર : કુલ 24 ભાષાઓના લેખકોને પુરષ્કારની જાહેરાત : અંગ્રેજીમાં અનીસ સલીમ અને સંસ્કૃતમાં રમાકાંત શુક્લ,પંજાબીમાં મોહનજીતપુરષ્કારનું એલાન : સાત કવિતા સંગ્રહ,છ ઉપન્યાસ,છ વાર્તાસંગ્રહ ,ત્રણ વિવેચનો અને બે નિબંધને પુરષ્કાર માટે પસંદગી access_time 1:12 am IST

  • સ્મૃતિ ઇરાનીનો મજાકિયો અંદાજ : ભગવાન મને ઉઠાવી લે : મને નહી મારા વજનને : સ્મૃતિ ઇરાનીની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તસ્વીર શેયરઃ તસ્વીરમાં પતિ જુબીન ઇરાની પણ સામેલ : પતિ જુબિન ઇરાનીએ મજાકમાં કહ્યુ આને પણ ઉઠાવી લ્યો : પતિ જુબીન ઇરાની પોસ્ટ પર કોમેન્ટ કરી : તે કયારેય ઇચ્છતા નથી એને ઉઠાવી લે : જીંદગીના ચઢાવ ઉતાર છેઃ કોઇ મને પૂછે, એમણે આગળ લખ્યુ મારા બાળકોની મા તમે બેહતરીન છોઃ સ્મૃતિ ઇરાનીએ આભાર માન્યો access_time 12:02 am IST