Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

સલમાન ખાનનો બનેવી આયુષ શર્માના હાથે લાગી નવી ફિલ્મ: સંજય દત્ત સાથે ચમકશે

મુંબઇ: સુપર સ્ટાર સલમાન ખાનના બનેવી આયુશ શર્મા હવે ગેંગ્સટર ટાઇપની કથા ધરાવતી આગામી ફિલ્મમાં સિનિયર અભિનેતા સંજય દત્ત સાથે ચમકશે એવી જાણકારી મળી હતી.સલમાન ખાને બનાવેલી અને પબ્લિસિટી સ્ટંટ રૃપે જાતજાતના વિવાદ સર્જનારી ફિલ્મ લવ રાત્રિમાં આયુષ વારિના હુસૈન સાથે ચમક્યો હતો. પરંતુ એની આ પહેલી ફિલ્મ ફ્લોપ નીવડવા છતાં એને બીજી ફિલ્મ મળી હતી જેમાં એ સંજય દત્તા સાથે કામ કરશે એવી માહિતી એક સૂત્રે આપી હતી. આયુષના કામથી પ્રભાવિત થયેલા ફિલ્મ સર્જક અહમદ ખાને આયુષને સાઇન કર્યો હતો. બાગી ટુ જેવી હિટ ફિલ્મ આ અહમદ ખાનનું સર્જન હતી. હવે એ ગેંગસ્ટર ટાઇપની ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા હતા તેમાં સંજય દત્ત સાથે આયુષને સાઇન કર્યો હતો. આયુષ કયો રોલ કરશે એની હજુ ઔપચારિક જાહેરાત કરાઇ નથી. પરંતુ અગાઉ સંજય દત્તે કરેલા રોલ પર નજર નાખતાં એ ગેંગ્સટરનો રોલ કરે અને આયુષ પોલીસ ઑફિસર કે બીજો કોઇ પોઝિટિવ રોલ કરે એવી શક્યતા નકારી કઢાતી નથી.પ્રેરણા અરોરા આ ફિલ્મની નિર્માત્રી છે. એના બેનર સ્ટુડિયો ફાઇવ એલિમેન્ટસ્ અને અહમદ ખાન મળીને આ ફિલ્મ બનાવી રહ્યાં છે.

 

(4:21 pm IST)