Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ઇન્ટેલિજન્સ ઑફિસરના રોલમાં નજરે પડશે યામી ગૌતમ

મુંબઇ:અભિનેત્રી યામી ગૌતમ એની આગામી ફિલ્મ ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં લશ્કરી ઇન્ટેલિજન્સ ઑફિસરના રોલમાં ચમકી રહી હોવાની જાણકારી મળી હતી.પાકિસ્તાની લશ્કર પ્રેરિત આતંકવાદીઓએ ૨૦૧૬ના સપ્ટેંબરમાં કશ્મીરના ઉરી વિસ્તારમાં રાત્રે આરામ કરી રહેલા ભારતીય લશ્કરા જવાનો પર અણધાર્યો હુમલો કરીને તેમની ક્રૂર હત્યા કરી હતી. એના જવાબ રૃપે ભારતીય લશ્કરે પાકિસ્તની કબજા હેઠળા કશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી તાલીમ શિબિરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને ઓગણચાલીસ શિબિરોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. એ વિષયની કથા પર આધારિત ફિલ્મ ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઇક રોની સ્ક્રૂવાલા પોતાના બેનર હેઠળ બનાવી રહ્યા છે. આક્રોશ જેવી ફિલ્મના સહલેખક આદિત્ય ધર એના ડાયરેક્ટર છે અને વીકી કૌશલ એમાં મુખ્ય રોલ કરી રહ્યો છે. ડાયરેક્ટરના સૂચનથી યામીએ પોતાના લાંબા વાળ કાપી નાખ્યા હતા. જાસૂસી જેવા કામમાં લાંબા વાળ વધુ જોખમી પુરવાર થઇ શકે એવી ડાયરેક્ટરની સૂચના હતી એેટલે યામીએ વાળ ટૂંકા કરાવી નાખ્યા હતા. વીકી અને યામી ઉપરાંત આ ફિલ્મમાં મોહિત રૈના અને પરેશ રાવલ પણ ચમકી રહ્યા છે. કીર્તિ કુલ્હારીનો પણ એક મહત્ત્વનો રોલ છે.આ ફિલ્મ ૨૦૧૯ના જાન્યુઆરીમાં રજૂ કરવાની રોનીની યોજના છે.  

 

(4:20 pm IST)
  • અગસ્તા વેસ્ટલેન્ડ: અજીત ડોભાલ અને CBIના નવા ચીફ અે આપ્યો ‘‘ઓપરેશન મિશેલ’’ ને અંજામ : CBIના બે અધિકારી રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચે અદાલતી લડાઇ : સીબીઆઇ મિશેલને પટિયાલ હાઉસ કોર્ટમાં રજૂ કરશે : સીબીઆઇ જોઇન્ટ ડાયરેકટ સાંઇ મનોહરનું નેતૃત્વ-ટીમઅે દુબઇમાં રહી મિશન પુરૂ કર્યુ : સુષ્મા સ્વરાજે કૌસુલર પ્રત્યાર્પણ મામલે વાત કરી : સુષ્મા દુબઇમાં છે: ભારત-UAE જોઇન્ટ કમિશનની બેઠકમાં ભાગ લેશે : ૩૬૦૦ કરોડના અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં રાજનીતિક નેતૃત્વ પર સવાલ access_time 12:30 am IST

  • કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર અતૂટ :ભાજપ નેતાઓ પહેલા જ દિવસથી સરકાર તોડવાની વેતરણમાં : કુમારસ્વામીએ ભાજપના નેતા પ્રકાશ જાવડેકરના દાવાને ફગાવ્યો : કુમારસ્વામીએ કહ્યું કે ભાજપ છેલ્લા છ મહિનાથી સરકાર ગબડશે તેવી કાગારોળ મચાવે છે : પરંતુ તેની કર્ણાટક સરકાર પર કોઈ અસર પડશે નહીં access_time 1:14 am IST

  • સ્મૃતિ ઇરાનીનો મજાકિયો અંદાજ : ભગવાન મને ઉઠાવી લે : મને નહી મારા વજનને : સ્મૃતિ ઇરાનીની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તસ્વીર શેયરઃ તસ્વીરમાં પતિ જુબીન ઇરાની પણ સામેલ : પતિ જુબિન ઇરાનીએ મજાકમાં કહ્યુ આને પણ ઉઠાવી લ્યો : પતિ જુબીન ઇરાની પોસ્ટ પર કોમેન્ટ કરી : તે કયારેય ઇચ્છતા નથી એને ઉઠાવી લે : જીંદગીના ચઢાવ ઉતાર છેઃ કોઇ મને પૂછે, એમણે આગળ લખ્યુ મારા બાળકોની મા તમે બેહતરીન છોઃ સ્મૃતિ ઇરાનીએ આભાર માન્યો access_time 12:02 am IST