Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

જાહન્વી કપૂરને મળી બાયોપિકમાં કામ કરવાની ઓફર

મુંબઇ: મતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની ધડક ફિલ્મ દ્વારા બોલિવૂડમાં જોરદાર એન્ટ્રી કરનારી અભિનેત્રી જાન્હવી કપૂરને એક બળકટ બાયો-ફિલ્મની ઑફર મળી હોવાની માહિતી મળી હતી.૧૯૯૯માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા કાર્ગિલ વૉરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારી મહિલા લશ્કરી અધિકારી ગૂંજન સક્સેનાની બાયો ફિલ્મ બનાવવાની એક ફિલ્મ સર્જકની યોજના છે અને એ માટે તેમણે જાન્હવીનો સંપર્ક સાધ્યો હોવાની માહિતી મળી હતી.શાહિદ કપૂરના સાવકા ભાઇ ઇશાન ખટ્ટર સાથે ધડક ફિલ્મ કર્યા બાદ હાલ જાન્હવી કરણ જોહરની જ મલ્ટિસ્ટાર મેગાબજેટ ફિલ્મ તખ્ત કરી રહી છે જેમાં રણવીર સિંઘ, વીકી કૌશલ, વરુણ ધવન, કરીના કપૂર ખાન વગેરે ચમકી રહ્યાં છે. સુપરહિટ મરાઠી ફિલ્મ સૈરાટ પરથી બનેલી ધડક પણ કરણ જોહરની ફિલ્મ હતી.આ ફિલ્મમાં જાન્હવીના કામથી પ્રભાવિત થયેલા કરણે એને તખ્ત માટે પણ સાઇન કરી હતી અને આ ફિલ્મનું શૂટિંગ હાલ ચાલુ છે ત્યાં જાન્હવીને કાર્ગિલ વૉરની બહાદૂર લડાયક મહિલ અધિકારી ગૂંજન સક્સેનાની બાયો-ફિલ્મની ઑફર મળી હોવાનું જાણવા મલ્યું હતું. જો કે હજુ જાન્હવીએ આ ફિલ્મ માટે જરૃરી દસ્તાવેજો પર સહી સિક્કા કર્યા નથી. પરંતુ એની આ પ્રગતિથી એના કુટુંબીજનો ખુશ છે. સારા અલી ખાનને બે ત્રણ ફિલ્મો મળી ત્યારે મિડિયામાં એવા સૂર વ્યક્ત થયો હતો કે સારા જાન્હવી કરતાં આગળ નીકળી જશે. પરંતુ એમ લાગે છે કે બંનેની કારકિર્દી સરખી ગતિએ ચાલી રહી છે. સારાને પણ કુલ ત્રણ ફિલ્મો મળી છે તેમ જાન્હવીની પણ આ ત્રીજી ફિલ્મ હશે.

(4:19 pm IST)