Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

સંજય દત્તને સાઇન કરીને અત્યંત ખુશ છે આશુતોષ ગોવારિકર

અભિનેતા સંજય દત્ત અને અર્જૂન કપૂર આગામી ફિલ્મ પાનીપતને કારણે ચચાંમાં છે. આ ફિલ્મ માટે અર્જૂન કપૂરને મુંડન કરાવવું પડ્યું છે, કારણ કે તેના પાત્રની આ જરૂરિયાત હતી. સંજય દત્ત પણ બોલ્ડ લૂકમાં દેખાશે. સંજય દત્તે અગાઉ અગ્નિપથ માટે પણ ટકલુ લૂક ધારણ કર્યો હતો. જેમાં તેનો કાંચાનો ખતરનાક રોલ ચાહકોને ખુબ ગમ્યો હતો. નિર્દેશક આશુતોષ ગોવારિકરની ફિલ્મ પાનીપતના ટીઝરમાં સંજય દત્ત જંગના મેદાનમાં તલવાર સાથે દેખાયો હતો. અર્જૂન પણ મરાઠા યોધ્ધાના રોલમાં છે. આશુતોષે કહ્યું હતું કે મારી આ ફિલ્મ માટે હું સંજય દત્તને સાઇન કરીને ખુબ ખુશ છું. અર્જૂને પણ મને ખુબ પ્રભાવીત કર્યો છે. લવરબોય અને એકશન એમ બંનેમાં અર્જૂન દમદાર લાગે છે.

(9:41 am IST)