Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ભૂમિ પેડનેકર કોફીમાં પાણી, કોફી અને ઘી ઉમેરીને પીવે છે

અભિનેત્રીનું ક્લાઈમેટ વોરિયર સાથે જોડાણ : માર્નિંગ કોફીમાં શું ઉમેરીને પીવે છે તે અંગે પોસ્ટ શેર કરી

મુંબઈ, તા.૬ : બોલિવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે લોકડાઉન દરમિયાન શાકાહારી બનવાનો નિર્ણય લીધો હતો. ક્લાઈમેટ વોરિયર સાથે અસોસિએશન કર્યા બાદ તેણે જીવનમાં આ બદલાવ લાવવાનું નક્કી કર્યું હતું. નવા ડાયટ અને લાઈફસ્ટાઈલને ધ્યાનમાં રાખીને મોર્નિંગ કોફીમાં તે શું ઉમેરીને પીવે છે તે અંગે હાલમાં જ એક્ટ્રેસે ફેન્સ સાથે શેર કર્યું હતું. તેણે પોતાની કોફીમાં જે વસ્તુ ઉમેરી તે જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

વીડિયોમાં, ભૂમિ એક કપમાં પાણી, ૧ ચમચી ઘી અને ૧ ચમચી કોફી પાઉડર ઉમેરતી જોવા મળી રહી છે. તે આ ત્રણ વસ્તુઓને વ્હીસ્ક કરે છે અને બાદમાં ફરીથી થોડું પાણી ઉમેરીને કોફી તૈયાર કરે છે. આ સાથે એક્ટ્રેસે કહ્યું છે કે, ૫૦ દિવસના બ્રેક બાદ તે આ કોફી પી રહી છે. પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, *ઘી કોફી=હેપી મોર્નિંગ #GoodMorning*. બેકગ્રાઉન્ડમાં *યુ આર ઘ કોફી ધેટ આઈ નીડ ઈન ધ મોર્નિંગ* સોન્ગ વાગી રહ્યું છે. જો આપને જાણ ન હોય તો જણાવી દઈએ કે, ઘી એક એવો ચરબીયુક્ત પદાર્થ છે, જેને ખાલી પેટ લેવામાં આવે તો તેને આરોગ્યપ્રદ માનવામાં આવે છે.

          હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, કોફીમાં દેશી ઘી ઉમેરીને પીવાથી વેટ લોસમાં મદદ મળે છે આ સિવાય તમને એનર્જી પણ મળે છે. વજન ઘટાડવાનું આ તર્ક કેટોજેનિક ડાયટમાં પણ વાપરવામાં આવે છે. જે હાલ વજન ઘટાડવા ઈચ્છતા લોકોમાં ઘણું પોપ્યુલર છે.તે સાબિત થયું છે કે, ઘીમાં રહેલી ફેટ મગજ માટે સારી છે, તે જ્ઞાનતંતુઓના જોડાણને બૂસ્ટ કરે છે તેમજ શરીરમાં હોર્મોન્સનું ઉત્પાદન સુધારે છે જે તમારા મૂડને સ્થિર રાખવામાં મદદ કરે છે. ઘીમાંથી કેટલીક કેલેરી પણ મળે છે. આ સિવાય તે તમારી ક્રેવિંગ અને હાયપોગ્લાસેમીયાનું પણ ધ્યાન રાખે છે, જે આપણે સામાન્ય રીતે સવારના નાસ્તામાં કંઈક મીઠી વસ્તુ ખાઈને મેળવીએ છીએ.

(7:16 pm IST)