Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

બિન્દાસ્ત અને બેપરવાહ નિયા

અભિનેત્રી નિયા શર્મા પોતાના બોલ્ડ અને બિન્દાસ્ત અંદાજને કારણે જાણીતી છે. અવાર-નવાર તે સોશિયલ મિડીયા પર ગ્લેમરસ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. આ કારણે તે ટ્રોલર્સનું નિશાન પણ બનતી રહે છે. પરંતુ તે આવા ટ્રોલર્સ સામે બિન્દાસ્ત અને બેપરવાહ રહે છે. નિયાએ તાજેતરમાં બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરી હતી. જેમાં તે ખુબસુરત દેખાઇ રહી છે. પણ આ વખતે તસ્વીર સાથે જ નિયાએ એવું કેપ્શન લખ્યું છે જે ઘણું કહી જાય છે. તેણે લખ્યું છે કે-હવે ફરીથી ડ્રામા શરૂ ન કરતાં, ફરીથી કહો કે આનાથી નફરત છે! આવું લખીને નિયાએ ટ્રોલર્સને પહેલા જ ચેતવણી આપી દીધી હોય તેમ સમજાય છે. થોડા સમય પહેલા નિયાએ જે બર્થડે કેક પોસ્ટ કરી હતી તેને લઇને પણ ટ્રોલર્સએ તેને ખરી ખોટી સંભળાવી હતી. દિલ્હીમાં જન્મેલી નિયા ટીવી પરદે ૨૦૧૦થી કામ કરી રહી છે. કાલી-એક અગ્નિપરિક્ષા તેનો પહેલો શો હતો. બહેને, ધ પ્લેયર, એક હજારો મેં મેરી બહેના હૈ, ઇસ પ્યાર કો કયા નામ દૂ, યે રિશ્તા કયા કહેલાતા હૈ, પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા, નાગિન-૪ સહિતના એન શો તથા ચાર જેટલી વેબ સિરીઝ કરી છે.

(9:44 am IST)