Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

તૈમુરને ભણવા માટે લંડનની બોર્ડિંગ સ્‍કૂલમાં મોકલવામાં આવશેઃ પિતા સૈફ અલી ખાનની જાહેરાત

મુંબઈ : સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દીકરો તૈમુર અલી ખાન આખા દેશની જાન છે. તૈમુરની તસવીરો તરત જ વાયરલ થઈ જાય છે કારણ કે બધાને તેના પર બહુ પ્રેમ છે. જોકે થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે સૈફ અને કરીના દીકરા તૈમુરને બહુ જલ્દી ભણવા માટે લંડનની બોર્ડિંગ સ્કૂલમાં મોકલવાના છે.

પટૌડી પરિવારના બાળકો પેઢીઓ લંડનની બોર્ડિંગ સ્કૂલમાં ભણ્યા છે. તૈમુર પહેલાં સૈફની દીકરી સારા અને દીકરો ઇબ્રાહિમ તેમજ સૈફ પોતે અને તેના પિતા ટાઇગર પટૌડી પણ લંડનની બોર્ડિંગ સ્કૂલમાં ભણ્યા છે. આ સંજોગોમાં પણ તૈમુરને ભણવા માટે ત્યાં મોકલવામાં આવે એવી પુરેપુરી શક્યતા હતા. જોકે હવે આ મામલે મોટો નિર્ણય લેવાયો છે અને સૈફ અલી ખાને મોટું નિવેદન આપ્યું છે.

સૈફ અલી ખાને સ્પોર્ટબોય સાથે વાત કરતી વખતે સ્પષ્ટતા કરી છે તૈમુરને બોર્ડિંગ મોકલવાનો કોઈ નિર્ણય નથી લેવાયો. તૈમુર 10મા ધોરણ સુધી તો ભારતમાં જ રહેશે અને સારાની જેમ જ સ્કૂલ જશે. સૈફના આ નિવેદન પછી તૈમુરનો ચાહકવર્ગ ખુશ થઈ ગયો છે.

(4:57 pm IST)