Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

કાર્તિકની માંગ વધી

કાર્તિક આર્યન બોલિવુડમાં ભલે નવો હીરો ગણાતો હોય, પરંતુ તેણે સ્ટાર તરીકે ઝડપથી આગળ વધવાનું શરૂ કરી દીધું છે.  નિર્માતા નિર્દેશકોમાં તેની માંગ સતત વધી રહી છે. તે બોલિવુડમાં હવે સૌથી આશાસ્પદ સ્ટાર પૈકી એક ગણાવા માંડ્યો છે. છેલ્લે કાર્તિકની ક્રિતી સેનન સાથેની લુકાછુપી રિલીઝ થઇ હતી. જે દર્શકોને પસંદ પડી હતી. હવે તે નવા પ્રોજેકટમાં કામ કરી રહ્યો છે. તે પૈકીની પતિ પત્નિ ઓૈર વોનું શુટીંગ ચાલી રહ્યું છે. જેમાં તે  સાથે ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે સાથે કામ કરી રહ્યો છે. એમ માનવામાં આવે છે કે ફિલ્મનુ શુટીંગ સતત ચાલી રહ્યું છે અને આ વર્ષે જ છઠ્ઠી ડિસેમ્બર આસપાસ ફિલ્મ રિલીઝ કરી દેવાની તૈયારી થઇ રહી છે. આ ફિલ્મ વર્ષ ૧૯૭૮માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ પતિ પત્નિ ઔર વોની રિમેક ફિલ્મ છે. મુળ ફિલ્મમાં સંજીવ કુમાર, વિદ્યા સિંહા અને રંજિતાએ  રોલ નિભાવ્યોહ તો. તેમાં વિદ્યા સિંહા સંજીવ કુમારની પત્નિની અને રંજીતા પ્રેમિકાની ભૂમિકામાં હતી. રિમેકમાં ભૂમિ વિદ્યાના રોલમાં અને અનન્યા રંજિતાની ભૂમિકામાં  છે. આ ફિલ્મ માટે કાર્તિકે પોતાના લુકમાં પણ ખાસ્સો બદલાવ કર્યો છે.

(9:54 am IST)