Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સારા અલી ખાનનું ગ્લેમરસ ફોટોશૂટ

ફિલ્મ અભિનેત્રી સારા અલી ખાને હોટ ફોટો શુટ કરાવ્યું છે. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાઇ રહી છે. સારા અલી ખાને આવા ફોટો શૂટની કેટલીંક તસ્વીરો પોતાના ચાહકો માટે સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી છ. જેમાં એક ફોટામાં સારાને એક ખૂરશી પર હોટ પોઝ આપતા જોઈ શકાય છે. કાળા ઝગમગતા કપડાઓ પહેરી તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તેના ખૂલા કર્લી વાળ અને કાળી ઉંચી એડીના બૂટ તેની પર્સનાલિટીને વધુ નિખારી રહ્યાં છે.  સારા નિર્દેશક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકલ-૨માં કાર્તિક આર્યન સાથે કામ કરી રહી છેે. આ ઉપરાંત વરૂણ ધવનની સાથે ફિલ્મ નિર્દેશક ડેવિડ ધવનની ફિલ્મ કૂલી નંબર-૧ની રિમેકમાં પણ તે મુખ્ય રોલમાં છે. ચર્ચા છે કે સારા અલી ખાનનું હાલમાં જ અભિનેતા કાર્તિક આર્યન સાથે બ્રેક અપ થયુ છે. જો કે બંનેએ આ વિષય પર મૌન ધારણ કર્યું છે. જેથી  બ્રેકઅપની વાતો સાચી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

(9:53 am IST)