Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ફલર્ટિંગ નથી ફાવતું રકૂલપ્રિતને

સાઉથની સાથોસાથ બોલીવૂડમાં પણ ખુબસૂરત અભિનેત્રી રકુલપ્રિત સિંહે નામના મેળવી લીધી છે. તેનામાં ટેલેન્ટ પણ ભરપુર છે. જો કે ફલર્ટિંગની બાબતમાં તે પાછળ રહી જાય છે! રકુલે કહ્યું હતું કે હું ફલર્ટિંગ માટેની ટીપ્સ બોલીવૂડની બીજી એક અભિનેત્રી પાસેથી લઉ છું અને તે મારી ખુબ સારી મિત્ર પણ છે. ફલર્ટિંગની બાબતમાં હું બહુ નબળી છું. હું કોઇની સાથે વાત તો કરી શકુ છું પણ પ્રેમ કરવાનો ડહોળ કરી શકતી નથી. મને મારા મિત્રો કહે છે કે મારી સાથે ઘણા લોકો ફલર્ટ કરી જાય છે, પણ હું એ સમજતી નથી. રકુલ આ માટેની ટિપ્સ અભિનેત્રી રિયા ચક્રવર્તી પાસેથી લે છે. રકુલના કહેવા મુજબ રિયા એવી વ્યકિત છે જેની પાસેથી મને સારી એવી જાણકારી મળી શકે છે. રકુલ આગળ કહે છે હું કોઇ સાથે વાત  કરુ તો તેમાં કંઇક સારી બાબત અને સમજદારી હોવી જોઇએ. પણ આજના સમયમાં આવા પુરૂષો બહુ ઓછા છે.

(9:53 am IST)