Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

પ્રિયંકા ચોપરા-નિકલ જોનસના બીજા ડિસેમ્‍બરે જોધપુરમાં લગ્નઃ પ્રિયંકાઅે નામ પાછળ પતિની સરનેમ જોડી

 

બોલિવૂડ-હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જલદી ફેમસ સિંગર નિક જોનસ સાથે લગ્ન કરવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા અને નિકના લગ્ન 2 ડિસેમ્બરે જોધપુરમાં થશે. જોકે હજુ સુધી કન્ફર્મેશન આવ્યું નથી પરંતુ લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે.

લગ્નના કાર્યક્રમો શરૂ થઈ ગયા

ગત અઠવાડિયે ન્યૂયોર્કમાં પ્રિયંકાનું બ્રાઈડલ શાવર થયું જેમાં કેલી રિપો અને લ્યૂપિતા ન્યોંગો જેવા હોલિવૂડ સેલિબ્રિટી હાજર રહ્યા હતા. ત્યાર બાદ એમ્સટરડમમાં યૉટ પર પ્રિયંકાની બેચલર પાર્ટી થઈ જેમાં સોફી ટર્નર, સૃષ્ટિ બહલ આર્યા, તમન્ના દત્ત, નતાશા પાલ, ચંચલ ડિસૂઝા અને ડૈના સપનિક જેવી ખાસ ફ્રેન્ડ જોવા મળી.

પ્રિયંકાએ કેપ પર લખાવ્યું ‘P.C.J.’

બંને પાર્ટીના ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. પાર્ટીના ફોટોમાં પ્રિયંકાએ કેપ પહેરેલી છે જેના પર ‘P.C.J.’ ઈનીશિયલ્સ લખેલા છે. જોઈને અંદાજ લગાવી શકાય છે કે જલદી દુલ્હન બનવા જઈ રહેલી પ્રિયંકાએ પોતાની સરનેમ સાથેજોનસજોડી લીધું છે.

(5:14 pm IST)