Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

મા નહોતું બનવું એટલે દ્રષ્ટીએ સિરીયલ છોડી દીધી

કલર્સ ચેનલના શો 'સિલસિલા બદલતે રિશ્તો કા' શોમાં નંદિનીનો રોલ નિભાવનારી દ્રષ્ટી ધામીએ આ શો અધવચ્ચે છોડી દીધો હતો. દ્રષ્ટીનો રોલ એ પ્રકારની યુવતિનો હતો જેને પોતાની જ બહેનપણીના પતિ સાથે અફેર થઇ જાય છે. આ પાત્રને કારણે દ્રષ્ટીને લોકોએ સોશિયલ મિડીયા પર ખુબ  ખરુ-ખોટુ સંભળાવ્યું હતું. દ્રષ્ટીએ શો છોડી દેતાં તેના સાથી કલાકારો શકિત અરોડા અને અદિતી દેવ શર્માએ ચાહકોને અપિલ કરી હતી કે દ્રષ્ટીને હવે કંઇ પણ ખરાબ કોમેન્ટ ન આપે. શોના નિર્માતાઓ પર તો આ શો બંધ કરવાનું દબાણ પણ થયું હતું. જો કે શો હવે બંધ થયો નથી. કેટલાક વર્ષનો લીપ લાવીને નવી કહાની સાથે શો આગળ વધારવામાં આવશે. લીપ પછી દ્રષ્ટીને એક મા નો રોલ નિભાવવાનો હતો. પણ તે આવો રોલ નહોતી ઇચ્છતી એટલે શો છોડી દીધાની ચર્ચા છે.

(9:16 am IST)