Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

આલીયા ભટ્ટના સીમંતની તસ્વીરો બહાર પાડી નીતુ કપુરે

મુંબઇઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલ તેઓની ફિલ્મ બ્રહ્માસ્ત્રની સફળતાને એન્જોય કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ પેરેન્ટ્સ બનવા જઇ રહેલા બોલિવૂડના સૌથી ર્ચામિંગ કપલની પ્રેગ્નન્સી પીરિયડ દરમિયાન તમામ અપડેટ્સ માટે ફેન્સ આતુર રહે છે. બુધવારે આલિયા-રણબીરના મુંબઇમાં આવેલા વાસ્તુ રેસિડન્સમાં એકટ્રેસની સીમંત વિધિનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં આલિયાની સાસુ નીતૂ કપૂર, નણંદ રિદ્ધિમા કપૂર સહિત અનેક મહેમાનો હાજર રહ્યા હતા. આલિયાના બેબી શાવરમાં હાજર તમામ ગેસ્ટ્સની ફેશન અપ-ટૂ-ડેટ હતી. જ્યારે રણબીર કપૂરે પ્લેઇન મિરર વર્ક કૂર્તામાં એન્ટ્રી કરી હતી. આલિયાએ આ ફંકશન માટે પોતાનું ડ્રેસિંગ એકદમ સિમ્પલ રાખ્યું હતું.(

(4:00 pm IST)