Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ફેન્ટમ ફિલ્મ્સનું થયું વિસર્જન

મુંબઈ:બોલિવૂડના ચાર આગેવાન ફિલ્મ સર્જકોએ સંગઠિત થઇને સ્થાપેલી ફેન્ટમ ફિલ્મ્સનું વિસર્જન થઇ ગયું હોવાની જાણકારી મળી હતી.આ ફિલ્મ કંપનીની સ્થાપના વિક્રમાદિત્ય મોટવાની, અનુરાગ કશ્યપ, મધુ મેન્ટેના અને વિકાસ બહલે કરી હતી. ચારે ભેગાં મળીને કંઇક અનોખું સર્જન કરવાની ખ્વાહેશ ધરાવતા હતા. છેલ્લાં સાત વર્ષથી આ ફિલ્મ કંપની સતત મતભેદો અને વૈચારિક સામ્યથી ચાલી રહી હતી. પરંતુ હવે ચારે જણે સ્વૈચ્છિક રીતે છૂટા પડી જવાનો નિર્ણય કરતાં ફેન્ટમ ફિલ્મ્સનું વિસર્જન થઇ ગયું હતું. જો કે ફેન્ટમ ફિલ્મ્સ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ સાથેની ભાગીદારી ચાલુ રાખશે અને ચારે ફિલ્મ સર્જકો સ્વતંત્ર રીતે કામ કરવાની સાથોસાથ એકબીજાની સાથે પણ કામ કરતા રહેશે એવું એેક જાહેર નિવેદનમાં જણાવાયું હતું. છેલ્લાં સાત વર્ષમાં આ કંપનીએ કેટલીક સરસ ફિલ્મો આપી હતી જેમાં ક્વીન, મસાન, લૂટેરા, ઊડતા પંજાબ વગેરેનો સમાવેશ થયો હતો. વિક્રમાદિત્ય અને અનુરાગ બંનેએ જુદાં જુદાં નિવેદનો દ્વારા એેકબીજાના વખાણ કર્યા હતા અને દોસ્તી તો રહેશેજ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

(5:36 pm IST)