Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ ડ્રિમગર્લ રિલીઝ પહેલા વિવાદમાં ફસાઈ :કોલ ફોર રનની કોપી હોવાનો આરોપ

જનક તોપરાનીએ કહ્યું જો ડ્રીમ ગર્લ તેમની ફિલ્મની સિમિલર હશે તો ફિલ્મ પર લીગલ કેસ કરશે

મુંબઈ : આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ રિલીઝ પહેલા વિવાદમાં ફસાઈ છે ફિલ્મનું ટ્રેલર જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી પ્રશંસકો આયુષ્માન ખુરાનાના વખાણ કરે છે ફિલ્મનું પ્રમોશન પણ જોર શોરથી થઈ રહ્યું છે.ત્યારે ડાયરેક્ટર જનક તોપરાનીએ આરોપ લગાવ્યો છે કે ડ્રીમ ગર્લ તેમની કોપી છે.

 રિપોર્ટ પ્રમાણે ડ્રીમ ગર્લ વર્ષ 2017મા બનેલી તેમની ફિલ્મ કોલ ફોર રનની રીમેક છે. આ ફિલ્મમાં પણ લીડ કેરેક્ટરે મહિલાનું રૂપ ધારણ કર્યું છે. તેમણે જણાવ્યું કે તે આ સ્ક્રિપ્ટને લઈને બેવાર બાલાજીના ઓફિસ પર ગયા હતા પરંતુ બંનેએ તેને નકારી કાઢી હતી. 

 ગયા વર્ષે તેમને ફાઈનાન્સર મળ્યો જેના પછી તેમણે ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો. તેમણે આ દરમિયાન જણાવ્યું કે તેમનું ડિસ્કશન પ્રોડક્શન હાઉસ સાથે થયુ હતુ અને એકતા કપૂર તેનો ભાગ ન હતી. ખૂબ જ માનતાઓ પછી પણ તેઓ બાલાજીના CEO, નચિકેત પંતવૈદ્ય સાથે મુલાકાત નથી કરી શકતા.

જનક તોપરાનીએ જણાવ્યું કે જો ડ્રીમ ગર્લ તેમની ફિલ્મની સિમિલર હશે તો તો ફિલ્મ પર લીગલ કેસ કરશે, તેમણે ફિલ્મમાં એક રાઈટરના રોયલ્ટીના રાઈટ્સ પણ જોઈએ અને રાઈટર તરીકે ક્રેડિટ પણ. અત્રે ઉલ્લેખનીય છે કે  ડાયરેક્ટર દ્વારા લગાવવામાં આવેલા આ આરોપો પર ડ્રીમ ગર્લના નિર્દેશક રાજ શાંડિલ્યની પ્રતિક્રિયા સામે આવી છે. રાજ શાંડિલ્યએ જણાવ્યું તેમની પાસે આ ફિલ્મનો આઈડિયા વર્ષ 2010થી છે. તેને રજિસ્ટર પણ કરાવ્યો છે.

 
 
   

(7:48 pm IST)