Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

કલ્કી કોચલિન ની વેબ સિરીઝ 'ભ્રમ'નું ટ્રેલર લોન્ચ

મુંબઈ: અભિનેત્રી કલ્કી કોચલિન ખુબ જ જલ્દી એક નવી વેબ સિરીઝ ભ્રમમાં નજર આવશે. ભ્રમનું ટ્રેલર અને પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. જી5 તરફથી ઓરિજનલ વેબ સિરીઝ ભ્રમનું પોસ્ટર વિવાદમાં સપડાઇ ગયુ છે. ભ્રમના પોસ્ટરને ઓસ્ટ્રેલિયન ગોથિક થ્રિલર ધ નાઇટએંગલથી કોપી બતાવવામાં આવી રહ્યું છે. બંનેના પોસ્ટરમાં મહદઅંશે સમાનતાઓ નજર આવી રહી છે.ટાઇટ સબ્યા નામના એક ઇન્સ્ટા એકાઉન્ટએ ધ નાઇટ એંગલ અને ભ્રમના પોસ્ટરનું કોલોઝ શેર કર્યુ છે. કેપ્શનમાં લખ્યુ-We you spot a સમજી, but think it’s a કાગડો. તમને જણાવી દઇએ કે, નાઇટ એંગલ આ વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થઇ હતી. બંનેના લુક પોસ્ટરમાં ખુબ જ સમાનતાઓ સાફ રીતે નજર આવી રહી છે. પોસ્ટરમાં બંને અભિનેત્રીઓના ચહેરાની સામે કાળા રંગનું પક્ષી ઉડતુ નજર આવી રહ્યું છે. જેના કારણે હિરોઇનનો અડધો ચહેરો નજર આવે છે. ભ્રમ 18 સપ્ટેમ્બરથી જી5 પર સ્ટ્રીમ થશે. આ એક સાઇકોલોજીકલ સસ્પેંસ થ્રિલર છે. ભ્રમમાં કલ્કિ સિવાય ભૂમિકા ચાવલા, એજાજ ખાન, ચંદન રોય સાન્યાલ મહત્વની ભૂમિકામા છે. આ સિરીઝને કે હરિ કુમારે લખી છે અને સંગીત સિવાને ડાયરેક્ટ કર્યું છે. આ વેબ સિરીઝ 8 એપિસોડની છે.

(5:32 pm IST)