Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

શાહિદ કપૂર ફરી બન્યો પિતા મીરાએ આપ્યો દિકરાને જન્મ

શાહિદ કપૂર અને મીરા રાજપૂત ફરી એકવખત માતા- પિતા બની ગયા છે. મીરા રાજપૂતે દિકરાને જન્મ આપ્યો છે. બાળક અને મીરા બંને સ્વસ્થ હોવાનું કહેવાઈ રહ્યુ છે. હાલમાં મીરાં મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં છે. આ પહેલા શાહિદ કપૂર શાહિદ કપૂર અને મીરા રાજપૂતને મુંબઈની એક રેસ્ટોરામાં ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. શાહિદ કપૂર હાલમાં પેટર્નિટી લીવ પર છે અને ટૂંક સમયમાં પોતાની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મનું શુટિંગ ઓકટોબર મહિનામાં શરૂ થશે.

ઉલ્લેખનીય છે, કે શાહિદ કપૂર અને મીરા રાજપૂતને એક દિકરી છે જેનું નામ મીશા છે, જેનો જન્મ ૨૬ ઓગસ્ટ ૨૦૧૬માં થયો હતો. ૩૪ વર્ષીય શાહિદ કપૂરે મીરા રાજપૂતની સાથે ૭ જૂલાઈ ૨૦૧૫માં લગ્ન કર્યા હતા. શાહિદ અને મીરાએ આ વર્ષે એપ્રિલમાં પોતાના બીજા બાળક અંગેની જાણકારી સોશ્યલ મીડિયા પર આપી હતી.

(4:04 pm IST)