Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

સિધ્ધાર્થ મલ્હોત્રા અને નોરા ફતેહી... બે સમદુઃખિયા થયા એક

સિધ્ધાર્થ મલ્હોત્રા માટે હાલમાં સારો સમય નથી. તેની ફિલ્મો ફલોપ નિવડી રહી છે. આલિયા ભટ્ટ સાથે બ્રેકઅપ થઇ ગયું છે. સિધ્ધાર્થને સમજાતું નથી કે કારકિર્દી સંભાળવી કે લવલાઇફ પર ધ્યાન આપવું? જો કે તેનો ઝુકાવ પ્રેમ-મહોબ્બત તરફ વધુ છે. જૈકલીન ફર્નાન્ડીસ અને કિયારા અડવાણી સાથે પણ સિધ્ધાર્થ ડેટીંગ કરી રહ્યો હોવાની વાતો વહેતી થઇ હતી. પણ હવે તેનું દિલ નોરા ફતેહી પર આવી ગયું છે. આ બંને એક બીજાની નજીક હોવાનું કહેવાય છે. નોરા પણ પ્રેમભગ્ન થઇ ચુકી છે. અંગદ બેદી સાથે તેનું બ્રેકઅપ થઇ ગયું છે. અંગદે નેહા ધુપીયા સાથે લગ્ન પણ કરી લીધા છે. ત્યારે સિધ્ધાર્થ અને નોરા બંને સમદુઃખિયા એક બીજાને સધીયારો આપી રહ્યા છે. દિલબર-દિલબર ફેઇમ આઇટમ સોંગ થકી નોરાને નામના મળી છે.

(9:50 am IST)