Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

તમન્નાએ કહ્યું-સાઉથમાં વધુ સફળતા જોઇ છે

સાઉથમાં સુપરસ્ટાર ગણાતી અભિનેત્રી તમન્ના ભાટીયાએ કારકિર્દીનો પ્રારંભ હિન્દી ફિલ્મથી જ કર્યો હતો. પરંતુ આજે તેને દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે સ્થાન અને સફળતા મળ્યા છે એટલા બોલીવૂડમાં નથી મળ્યા. તમન્ના પોતે કહે છે કે બોલીવુડ કરતાં સાઉથની ફિલ્મોમાં મેં વધુ સફળતા જોઇ છે. તેણે બોલીવુડમાં પ્રથમ ફિલ્મ ફલોપ ગયા પછી સાઉથનો રસ્તો અપનાવ્યો હતો. ત્યાં સફળ થયા પછી બોલીવૂડમાં ફરીવાર હિમ્મતવાલા, એન્ટરટેઇનમેન્ટ અને હમશકલ્સ સહિતની ફિલ્મો કરી છે. તમન્ના આગળ કહે છે મેં સાઉથમાં ઘણી સફળ ફિલ્મો જોઇ  છે અને એ ખૂબ જ સિમ્પલ પણ છે. તમામ ઇન્ડસ્ટ્રી સરખી રીતે જ કામ કરે છે. કામમાં કોઇ તફાવત નથી. પરંતુ તમને જે જગ્યાએ વધુ સફળતા મળે છે એ જગ્યાએ તમને વધુ સારી રીતે સ્વીકાર્યા હોય છે. તમન્નાએ ડિજીટલ પ્લેટફોર્મ પર પણ એન્ટ્રી કરી લીધી છે.

(10:06 am IST)