Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અક્ષયની ફિલ્મ માટે ચાહકો આતુર

અક્ષય કુમાર એવો સુપરસ્ટાર છે જેના અસંખ્ય ચાહકો સતત તેની ફિલ્મની રાહ જોતા રહે છે. તે દર વર્ષે બે-ત્રણ ફિલ્મો આપવા માટે જાણીતો છે. પરંતુ મહામારીને કારણે આવેલા લોકડાઉનમાં તેની ફિલ્મો અટવાઇ પડી છે. હવે તેની બહુચર્ચીત અને બહુપ્રતિક્ષિત ફિલ્મ લક્ષ્મી બોમ્બ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થવા માટે તૈયાર છે. તારીખ હવે નક્કી થઇ ગઇ છે. અક્ષય કુમારના જન્મદિવસ નવમી સપ્ટેમ્બરે જ લક્ષ્મી બોમ્બ ડિજીટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઇ જશે. હાલમાં પોસ્ટ પ્રોડકશનનું કામ ઝડપી બનાવી દેવામાં આવ્યું છે. સુપરહિટ તમિલ ફિલ્મ કંચનાની આ રિમેક છે અને નિર્દેશન પણ તમિલના નિર્દેશક-અભિનેતા રાઘવ લોરેન્સે કર્યુ છે. આ ફિલ્મને હોટ સ્ટાર પર રિલીઝ કરવા માટે ખુબ મોટી ડીલ કરવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ પાંચમી જુને ઇદ પર રિલીઝ કરવાની હતી. ત્યારે સલમાન ખાનની રાધે પણ રિલીઝ થવાની હતી. પરંતુ કોરોનાએ બધાના પ્લાની ફેરવી

નાંખયા હતાં. અક્ષય કુમાર એવા પુરૂષના રોલમાં છે જેના પર એક વ્યંઢળનું ભૂત ચડી જાય છે અને પોતાની હત્યાનો બદલો લે છે. અક્ષયની આ હોરર કોમેડીની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. 

(9:34 am IST)