Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ખેતરમાં કામ કરવાની મજા જ અલગ છેઃ રાજપાલ

બોલીવૂડમાં પોતાની કોમેડીને કારણે જાણીતો અભિનેતા રાજપાલ યાદવ લોકડાઉનને કારણે ગામડામાં પોતાના ઘરે જતો રહ્યો છે. રાજપાલ સમયાંતરે પોતાના ખેતરમાં ટ્રેકટરથી ખેતી કરતો હોય તેવા વિડીયો અને ખેતરમાં બનાવેલા અવેડામાં બેસીને નહાતો હોય તેવા વિડીયો પોસ્ટ કરતો રહે છે. આ વિડીયોને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. એક વિડીયો પોસ્ટ કરીને રાજપાલે લખ્યું હતું કે ખેતરમાં ટ્રેકટર ચલાવવાની અને કામ કરવાની મજા જ અલગ હોય છે. કોરોના વાયરસને કારણે ગામડે જતો રહેલા રાજપાલ ત્યાં ખેતરમાં દિવસો પસાર કરી આનંદ માણી રહ્યો છે. તેણે ભારતેન્દુ નાટક એકેડેમીમાં અભિનયનો કોર્ષ કર્યો છે. એ પછી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જોડાયો હતો.

દૂરદર્શનના શો મુંગેરી કે ભાઇ નોૈરંગીલાલમાં પણ કામ કર્યુ હતું. બોલીવૂડમાં ચુપ ચુપ કે, હંગામા, ગરમ મસાલા, હેરાફેરી, ઢોલ, ભુલ ભુલૈયા સીહતની ફિલ્મોમાં તેની કોમેડીએ સોૈને ખડખડાટ હસાવ્યા છે. જંગલ ફિલ્મમાં નેગેટિવ રોલ કરવા માટે સાન્સુઇ સ્ક્રીન બેસ્ટ એકટરનો એવોર્ડ પણ તેને મળ્યો હતો.

(9:33 am IST)