Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

પ્યારી પ્રેમિકા કેતકીના રોલમાં ટીના દત્તા

ટીવી અને ફિલ્મોના અનેક સ્ટાર્સ ડિજીટલ પ્લેટમોર્ફ પર એન્ટ્રી કરી રહ્યા છે. મોટી મોટી ફિલ્મો પણ લોકડાઉનને કારણે આ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. ટીવી અભિનેત્રી ટીના દત્તા પણ એક વેબ સિરીઝ દ્વારા આ દુનિયામાં કદમ માંડી રહી છે. ટીવી શો 'ઉતરન'ને કારણે ઘર-ઘરમાં જાણીતી થયેલી ટીના કહે છે ડિજીટલ ફિલ્ડમાં જવા હું ઉત્સાહિત છું. 'નકસલ' નામની વેબ સિરીઝ મને મળી છે. આ સિરીઝમાં ચાહકો મને અલગ જ અવતારમાં જોઇ શકશે. આવો રોલ મેં સ્ક્રીન પર કદી પણ ભજવ્યો નથી. શોમાં મને એક પોલીસ ઓફિસરની પ્યારી પ્રેમિકા કેતકીનો રોલ અપાયો છે. આ શોમાં મારો મુખ્ય રોલ છે અને કહાની તથા પાત્રો સાથે ટ્વિસ્ટ તથા ટર્ન પણ છે. બધાને આ સિરીઝ ખુબ ગમશે તેવી મને આશા છે. ટીનાના આ વેબ શોનું શુટીંગ ગોવામાં થશે. આમિર અલી, રાજીવ ખંડેલવાલ પણ મુખ્ય ભુમિકામાં છે. ટીનાએ પાંચ વર્ષની ઉમરે જ અભિનય શરૂ કરી દીધો હતો. ઉતરન શોએ તેને નામ અને દામ બંને આપ્યા છે.

(9:33 am IST)