Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

સમય કાઢી શોખ પુરો કરે છે કાર્તિક

કાર્તિક આર્યન હાલમાં ફિલ્મ પતિ, પત્નિ ઔર વોના શુટીંગમાં વ્યસ્ત છે. લખનોૈમાં આ ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું છે. કાર્તિક અહિ શુટીંગમાંથી સમય મળતાની સાથે જ તે ફૂટબોલ રમવા માંડે છે. કાર્તિક છેલ્લા કેટલાક દિવસોથી સતત કામ કરી રહ્યો છે. જો કે તે ગમે તેવા વ્યસ્ત શેડ્યુલમાં પણ સમય કાઢીને પોતાનો ફૂટબોલ રમવાનો શોખ પુરો કરી જ લે છે. તેને આ રમત ખુબ ગમે છે. લખનોૈમાં શુટીંગમાંથી સમય કાઢી તે શુટીંગ લોકેશન આસપાસની સોસાયટીઓના છોકરાઓ સાથે ફૂટબોલ રમી લે છે. કાર્તિકે પોતે ફૂટબોલ રમતો હોઇ તેવી તસ્વીરો પણ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી...જેમાં કેપ્શન લખ્યું હતું કે બાળકો સાથે સેટ પર મહેનત.  કાર્તિક મુંબઇમાં હોય છે ત્યારે અર્જૂન કપૂર અને રણબીર કપૂર સાથે ફૂટબોલની પ્રેકટીસ કરતો હોય છે. પતિ, પત્નિ ઔર વો ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે છે. 

(10:01 am IST)